સુરત

સુરત શહેર પોલીસ કમિશનર  અજયકુમાર તોમર ચેમ્બરની મુલાકાતે પધાર્યા 

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર, IPS ગત તા. ૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ચેમ્બરની મુલાકાતે પધાર્યા હતા.

તેમની આ મુલાકાત દરમ્યાન ચેમ્બરના પદાધિકારીઓ સાથે તેમણે સુરત શહેર પોલીસની નગરજનો પરત્વેની સેવાના વિવિધ કાર્યો વિષે ચર્ચા કરી હતી. જેમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સંદર્ભે લોકો જોડે બળથી નહિ પણ સહાનુભૂતિથી કામ લેવા તથા નાનામાં નાના માણસ સાથે મૈત્રીભાવે વર્તી લોકોના માનસપટ પરની પોલીસ પ્રત્યેની છબિ સુધારવાના પ્રયત્નો વિષે ચર્ચા કરી હતી.

સુરતને ટ્રાફિક અને સાયબર સિક્યોરીટી ક્ષેત્રે અગ્રેસર કરાવવા માટેના તેમના પ્રયત્નોને ચેમ્બરે બિરદાવ્યા હતા. સાયબર સિક્યોરીટી સંદર્ભે જનજાગૃતિ કેળવવા ચેમ્બર સાથે એક કાર્યક્રમ કરવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી અને તેમના વિવિધ કાર્યક્રમોમાં ચેમ્બર તરફથી હંમેશ મળતા સહકારની તેમણે સરાહના કરી હતી. તેમની સાથેની આ મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી, ઉપ પ્રમુખ  હિમાંશુ બોડાવાલા, માનદ્દ સેક્રેટરી  દીપક કુમાર શેઠવાલા, ગ્રુપ ચેરમેન  અમિષ શાહ,  હર્ષલ ભગત અને અન્ય સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button