એજ્યુકેશન

ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વ્રારા ધોરણ – ૧૦ ના વિદ્યાર્થી માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન

“એક માત્ર જીદ એવી જે સફળતા અપાવે” એટલે લક્ષ્ય અર્જુન પ્રિ-બોર્ડ પરીક્ષા

સુરત ; ૦૫/૦૨/૨૦૨૨ ને શનિવારના રોજથી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ , ઉગત કેનાલ રોડ, અડાજણ, દ્વ્રારા ધોરણ – ૧૦ ના વિદ્યાર્થી માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં સુરતની જુદા-જુદા વિસ્તારની અંદાજિત ૭૦ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ પરીક્ષામાં પ્રશ્નપત્ર અમદાવાદ,બરોડા,આણંદ,રાજકોટ જેવી શાળામાંથી મંગાવ્યા હતા અને બોર્ડ જેવી જ પધ્ધતિથી બારકોડ સ્ટીકર,ખાખી સ્ટીકર, પત્રકો,પૂરવણી પરીક્ષાના સાહિત્ય તરીકે વાપરવામાં આવી હતી.

આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીમિત્રો બોર્ડના તણાવથી દૂર રહી તે માટે નું પૂર્વ આયોજન કરી શકે. જેથી બોર્ડની વાસ્તવિક પરીક્ષામાં કોઈ ક્ષતિ ન રહે. આ પરીક્ષામાં જુદી-જુદી શાળાના આચાર્ય ને સ્કોવોર્ડ મેમ્બર તરીકેની ફરજ સોપવામાં આવી હતી.
આ પરીક્ષામાં કુલ ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં શાળાની ૨૫૦ શિક્ષકોની ટીમ કાર્યરત રીતે જોડાય હતી.

શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનકુમાર માંગુકીયા, કેમ્પસ ડિરેક્ટર આશીષ વાઘાણી તેમજ શાળાના આચાર્ય ધર્મેશભાઈ જોષી દ્વારા દરેક બાળકને પરીક્ષાની હૂંફની સાથે-સાથે બોર્ડની પરીક્ષા માટે દરેક વિષયનું પાંચ-પાંચ પ્રશ્નસેટ પૂરા પાડ્યા હતા.

વાલી દ્વારા આ આયોજન ને શ્રેષ્ઠ ગણાવી તેમના પુત્ર-પુત્રી ની કારકીર્દી માટે ખૂબ જ આભાર માન્યો હતો અને શાળાને અને સમગ્ર શાળા પરીવારને ધન્યવાદ તેમજ અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button