મુંબઈ આર્ટ ગેલેરીમાં સુરતના મહિલા ચિત્રકાર ભાવિની ગોળવાલાનું ‘અદભૂત’ શીર્ષક સાથે મૂકાયેલું ચિત્ર પસંદગી પામ્યું
સુરતના મહિલા ચિત્રકાર ભાવિની ગોળવાલાએ મુંબઈ ખાતે યોજાનારા જહાંગીર આર્ટ ગેલેરીમાં પોતાના ચિત્રો પ્રદર્શિત કરવા માટે ભાગ લીધો હતો. આ એક્ઝિબિશન 7મી થી 13મી ફેબ્રુઆરી-2023 સુધી ચાલવાનો છે જેનું ઉદઘાટન મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુધીર મુનઘંટીવાર દ્વારા ગતરોજ તા. 7મીને સાંજે 6.00 વાગ્યે કરાયું હતું.
ઈનોગ્રેસનમાં ભાગ લેવા પહોંચેલાં ભાવિની ગોળવાલાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતદેશમાંથી 3000 હજાર જેટલાં અવનવા ચિત્રો એક્ઝિબિશન માટે આવ્યાં છે. અને તેમાં પણ માત્ર 74 જેટલાં ચિત્રો પ્રોફેશનલ કેટેગરી માટે પસંદ કરાયાં છે જેમાં તેમનું પણ ચિત્ર પસંદ કરવામાં આવતાં સુરત માટે ગર્વની બાબત છે. જેમ-જેમ દિવસો પસાર થશે તેમ-તેમ મુલાકાતીઓની ભીડ વધતી જશે. ભાવિની ગોળવાલાનું ફ્લાઈંગ હોર્સ ઘોડાનું ચિત્ર ‘અદભૂત’ શીર્ષક સાથે જહાંગીર આર્ટ ગેલેરીમાં પહેલીવાર પ્રદર્શિત થયું હતું.
ભાવિની સુરતના એકમાત્ર સ્પર્ધક ચિત્રકાર છે કે જેમનું ચિત્ર બોમ્બે આર્ટ સોસાયટીના 131માં ઓલ ઈન્ડિયા વાર્ષિક આર્ટ એક્ઝિબિશન-2023ના પુસ્તકમાં પસંદ કરવામાં આવ્યું છે. જેઓ પણ આ ચિત્રને જોતાં હતાં તેમની આંખો ત્યાં રીતસરની ચોંટી જતી હોવાનું ભાવિનીએ નોંધ્યું હતું. આ ચિત્રની મુલાકાતીઓએ ખૂબ પ્રશંસા કરી અને તેમાં પણ 7 સોલો આર્ટ એક્ઝિબિશન અને 45થી વધુ ગ્રુપ એક્ઝબિશન કરનારા અશોક હિંગેએ તેમની કળાને વખાણી હતી.
જહાંગીર આર્ટ ગેલેરીમાં ભાવિની ગોળવાલાનું ફલાઈંગ હોર્સનું ચિત્ર ‘અદભૂત’ શીર્ષક સાથે રજૂ કરાયું હતું અને હાલમાં જહાંગીર આર્ટ ગેલેરીની બાજુમાં આવેલાં કાલાઘોડા આર્ટ ફેસ્ટીવલ ચાલી રહ્યું છે તેમાં પણ વિવિધ હોર્સ વિષયક જ સ્કલ્પચર અને સ્ટેચ્યુ મૂકાયાં છે અને વેચાઈ રહ્યાં છે, ભાવિનીના મતે આ એક અનોખો સંયોગ હોઈ શકે છે કે તેમનું ચિત્ર જે પસંદ થયું છે તે પણ ફ્લાઈંગ હોર્સ જ છે. કલાઆરંભના જાણીતા ચિત્રકારો પૈકી નિશીકાંત પલાંડેના ચિત્રો વચ્ચે ભાવિનીનું ચિત્ર પ્રદર્શિત થયું હોઈ જેમાં તેમણે ગર્વ અનુભવ્યો હતો.