ધોરણ ૧૦ CBSE માં શ્રી સ્વામિનારાયણ એકેડેમી ના વિદ્યાર્થીઓનો ફરી એક વાર ઉત્કૃષ્ઠ દેખાવ
શ્રેષ્ઠ પરિણામ આપવાની પરંપરા જાળવી રાખતા અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડેમી ના વિદ્યાર્થીઓએ ૨૦૨૧ – ૨૦૨૨ માં યોજાયેલ ધોરણ ૧૦ CBSE બોર્ડ ની પરિક્ષામાં ફરી એકવાર 100% શ્રેષ્ઠતમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળા સતત 12 વર્ષ થી 100% પરિણામ પ્રાપ્ત કરે છે. શાળાના અનેક વિદ્યાર્થીઓએ શહેરના ટોપેર્સમાં સ્થાન મેળવ્યું છે.
નંદવાણી પ્રિયંશિ – 98.80%, પટેલ તનિશા – 95.40, પટેલ ગ્રેસી – 95.40%, શાહ જીયા – 95.40%, થરકન ભવ્યા- 95.00%, મેહતા સુજલ – 94.80%, લાપસીવાલા નીલ – 94.60 મેળવી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.
ધોરણ ૧૦માં કુલ 130 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ પ્રથમ વર્ગ માં ઉત્તીર્ણ થયા છે. 65 વિદ્યાર્થીઓએ ૯૦ % થી વધુ, 50 વિદ્યાર્થીઓએ ૮૦ % થી વધુ, 15 વિદ્યાર્થીઓએ 60 % થી વધુ ગુણ મેળવી વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત નંદવાણી પ્રિયંશિ સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત ૧૦૦ માથી ૧૦૦ ગુણ મેળવી ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરી શાળા તેમજ પરિવાર ને ગૌરવ અપાવ્યું છે.
અકેડેમિક્સ, રમતગમત, કળા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ વગેરે તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામ આપવાની પરંપરા જાળવવા બદલ શાળા ના સંસ્થાપક સ્વામી શ્રી હરિવલ્લભદાસજી, સંચાલક શ્રી દિનેશભાઈ એ વિદ્યાર્થીઓના અદભૂત દેખાવ બદલ વિદ્યાર્થીઓને, વાલી મંડળને અને શિક્ષક ગણ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. અને વિદ્યાર્થીઓને જીવન માં બીજી ધણી સિધ્ધિઓ હાસલ થાય એવી શુભકામના પાઠવી છે અને કહ્યું હતું કે શાળાને એના વિદ્યાર્થીઓ પર ગર્વ છે.