એજ્યુકેશનધર્મ દર્શન

શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ મહિલા મંડળ દ્વારા ભવિષ્ય કારકિર્દી પ્રેરણા કેન્દ્રને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પુસ્તકો અર્પણ કરાયા

સુરતઃ સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે આવેલા તાલીમ કેન્દ્ર ખાતે સુરત શહેર પોલીસ કમિશનર  અજય કુમાર તોમરની માર્ગદર્શન તથા નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને પોલીસ મુખ્ય મથક) શ્રીમતી સરોજ કુમારીની રાહબરી હેઠળ પોલીસ પરિવારના યુવક-યુવતીઓ માટે સ્થપાયેલ ભવિષ્ય કારકિર્દી પ્રેરણા કેન્દ્ર ખાતે શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ મહિલા મંડળ સુરતની મહિલા કાર્યકર્તાઓ દ્વારા લાઇબ્રેરીમાં તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. સાથે નટરાજ કંપનીની “બેસ્ટ ઓફ લક” કીટ પણ આપવામાં આવી હતી.

આ પુસ્તકોમાં ભારતનું બંધારણ, ઇતિહાસ ,ભૂગોળ, ઈંગ્લીશ ગ્રામર, ભારતનું અર્થતંત્ર, જેવા મહત્વ વિષયોને આવરી લેશે જેથી તૈયારી કરનાર ઉમેદવારોને ખૂબ જ મદદરૂપ બની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button