સ્પોર્ટ્સ
મહિલા સિંગલ્સમાં વિજેતા બની ફિલઝાહે સિઝનનું પ્રથમ ટાઈટલ જીત્યું

ગાંધીધામ: કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ બાપુ’સ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન 14 થી 17 જુલાઈ દરમિયાન સ્વ. શ્રી. એમ.પી.મિત્રા ઈન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાની કોમ્પલેક્ષ, આદીપુર-ગાંધીધામ ખાતે કરવામા આવ્યું. જ્યાં ટૂર્નામેન્ટના અંતિમ દિવસે બીજી સીડ સુરતની ફિલઝાહ કાદરીએ મહિલા સિંગલ્સની ફાઈનલમાં ટોપ સીડ ફ્રેનાઝ છીપિયાને હરાવી ફોર્મ મેળવ્યું. ફિલઝાહે બે ગેમથી પાછળ રહ્યાં બાદ કમબેક કર્યું, મેચમાં ઘણી રેલી જોવા મળી પરંતુ અંતે ફિલઝાહે બાજી મારી હતી. ફિલઝાહે 4-2 (6-11,11-13,11-7,11-8,11-9,11- 8)થી જીત મેળવી સિઝનનું પ્રથમ ટાઈટલ હાંસલ કર્યું.
મેન્સ કેટેગરીમાં 2 નવા ફાઈનલિસ્ટ જોવા મળ્યા. આઠમી સીડ રાજકોટના જયનીલ મેહતાને સાતમી સીડ વડોદરાના જલય મહેતાએ 1-4 (11-6,4-11,11-9,11-9,11-4)થી હરાવ્યો.
સબ-જુનિયર (અંડર-15) ગર્લ્સમાં બીજી સીડ ભાવનગરની રિયા જાયસ્વાલે ટોપ સીડેડ અમદાવાદની પ્રથા પવારને 4-0 (12-10,11-9,11-5,14-12)થી હરાવી સિઝનનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું. પરંતુ પ્રથાએ જુનિયર ગર્લ્સ (અંડર-19)ની ફાઈનલમાં સુરતની અર્ની પરમારને 4-2 (11-13,11-4,6-11,11-9,11-5,11- 5) હરાવી ટાઈટલ જીત્યું હતું.
અન્ય ફાઈનલના પરિણામોઃ
મેન્સ સિંગલ્સ ફાઈનલઃ જલય મેહતા (બરોડા) (7) જીત્યા વિરુદ્ધ જયનીલ મેહતા (રાજકોટ) (9) 4-1 ( 11-6,4-11,11-9,11-9,11-4)
3-4 પોઝિશન મેચ:- અક્ષિત સાવલા (અમદાવાદ) (3) જીત્યા વિરુદ્ધ અભિલાશ રાવલ (12) (અમદાવાદ) (12) 3-1 (11-7,11-2,9-11,13-11)
મહિલા સિંગલ્સ ફાઈનલ: ફિલઝાહફાતેમા કાદરી (સુરત) (2) જીત્યા વિરુદ્ધ ફ્રેનાઝ છીપિયા (સુરત) (1) જીત્યા વિરુદ્ધ 4-2 (6-11,11-13,11-7,11-8,11-9,11- 8)
3-4 પોઝિશન મેચ: પ્રથા પવાર (અમદાવાદ) (5) જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરાપુરે (અમદાવાદ) (3) 3-2 (11-5,13-15,8-11,11-8,11-8)
જુનિયર ગર્લ્સ અંડર-19 ફાઈનલ: પ્રથા પવાર (અમદાવાદ) (5) જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર (સુરત) (2) 4-2 (11-13,11-4,6-11,11-9,11-5,11- 5)
3-4 પોઝિશન મેચઃ નામના જાયસ્વાલ (ભાવનગર) (1) જીત્યા વિરુદ્ધ આફ્રિન મુરાદ (સુરત) (6) 3-1 (7-11,11-6,11-7,11-7)
જુનિયર ગર્લ્સ અંડર-17 ફાઈનલ: નિધી પ્રજાપતિ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર (સુરત) 4-2 (8-11,11-6,11-8,11-8,11-13,11- 8)
સબ જુનિયર ગર્લ્સ અંડર-15 ફાઈનલ: રિયા જાયસ્વાલ (2) (ભાવનગર) જીત્યા વિરુદ્ધ પ્રથા પવાર (1) (અમદાવાદ) 4-0 (12-10,11-9,11-5,14-12)
3-4 પોઝિશન મેચ: ક્રિશા પટેલ (સુરત) (5) જીત્યા વિરુદ્ધ મોઉબુની ચેટર્જી (અમદાવાદ) (3) 3-0 (11-8,11-7,11-5)
કેડેટ ગર્લ્સ અંડર-13 ફાઈનલ: મોઉબુની ચેટર્જી (અમદાવાદ) (2) જીત્યા વિરુદ્ધ જીયા ત્રિવેદી (અમદાવાદ) (1) 4-2 (12-10,11-2,11-13,11-9,6-11, 11-2)
3-4 પોઝિશન મેચ: ક્રિશા પટેલ (સુરત) (3) જીત્યા વિરુદ્ધ પ્રિન્સી પટેલ (નવસારી)(5) 3-0 (11-6,11-7,11-3)
મેન્સ ડબલ્સ ફાઈનલ: ચિત્રાક્ષ ભટ્ટ & સોહમ ભટ્ટાચાર્યા (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ હાર્દિક એસ. અને જલય એમ. (અમદાવાદ/બરોડા) 3-2 (13-11,7-11,11-7,8-11,11-4)
3-4 પોઝિશન મેચ: નિલય ટી. અને બુરહાનુદ્દીન એમ. (સુરત) જીત્યા વિરુદ્ધ શ્લોક બજાજ અને આયુષ ટી. (સુરત) 3-0(11-7,11-3,11-7)
જુનિયર બોય્ઝ ડબલ્સ ફાઈનલ: શ્લોક બી. અને આયુષ ટી. (સુરત) જીત્યા વિરુદ્ધ સ્મિતરાજ ગોહિલ અને બુરહાનુદ્દીન એમ. (ભાવનગર/સુરત) 3-2 (11-9, 9-11, 10-12, 11-6, 12-10)
3-4 પોઝિશન મેચ: અભિમન્યુ અને હિમાંશ દહિયા (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ પ્રથમ મદલાની અને હર્ષ પટેલ (બરોડા/અમદાવાદ) 3-0 (11-7,11-9,11-9)