એજ્યુકેશન

શાળાના બાળકોને નાટક દ્વારા વૃક્ષો અને પર્યાવરણ રક્ષા અંગે જાગૃત કરાયા

વિદ્યાર્થીઓને રોપા વાવેતર, વૃક્ષ ઉછેર, વન્યજીવોના રક્ષણ અને જતન અંગે સમજ અપાઈ

સુરત: પ્રકાશન સંપર્ક વિભાગ-ગાંધીનગર તથા સામાજિક વનીકરણ વિભાગ-સુરતના સંયુક્ત ઉપક્રમે ૭૫મા વન મહોત્સવ નિમિત્તે શહેરની એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ-અડાજણ અને ચોર્યાસી તાલુકાની નવચેતન વિદ્યાલય-જુનાગામ ખાતે નાટક દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને રોપા વાવેતર, વૃક્ષ ઉછેર, વન્યજીવોના રક્ષણ અને જતન અંગે માહિતગાર કરાયા હતા, તેમજ વનવિભાગ હેલ્પ લાઇન નંબર-૧૯૨૬ અને વોટસએપ નં. ૮૩૨૦૦૦૨૦૦૦ અંગે જાણકારી અપાઈ હતી.

જેથી જે-તે વિસ્તારમાં આવેલી વનવિભાગની નજીકની નર્સરીનું સરનામું શોધી તેનો મહત્તમ લાભ લઈ શકાય. સાથે જ જંગલમાં લાગતી આગ રોકવા અને વનવિભાગની મદદ મેળવવા માટે ઉચિત સમજ અપાઈ હતી. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓએ મહત્તમ વૃક્ષારોપણ કરી જતાં કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button