સુરત

કાચા માલની વઘતી કિંમતો અને જીએસટીના દર વધતા કોરુગેટેડ ઇન્ડસ્ટ્રીઝને ટકી રહેવા માટે 15-20 ટકા ભાવ વધારો કરશે

સુરત, ક્રૂડઓઇલની તેજીની સીધી અસર પેપર ઇન્ડસ્ટ્રીઝ પર પડે છે જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ક્રાફટ પેપર તેમજ અન્ય પેપરની કિંમતોમાં અસહ્ય વધારો થયો છે. કાગળની કિંમત વધવાના કારણે કોરૂગેટેડ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટા પાયે અસર થાય છે. કોરુગેટેડ બોક્સ ઉદ્યોગના પાયા તરીકે જાણીતા ક્રાફ્ટ પેપરના ભાવમાં છેલ્લા બે મહિનામાં 20-25%નો વધારો થયો છે.

ક્રાફ્ટ પેપર ઉપરાંત અન્ય જરૂરી વસ્તુઓના ભાવમાં પણ અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. દેશભરમાં ભારતીય અને આયાતી વેસ્ટ પેપરની તીવ્ર અછતને કારણે પેપર મિલો દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આમ છતાં, કોરુગેટેડ બોક્સ ઉદ્યોગ કાગળના ઓછા પુરવઠાને કારણે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

સુરત કોરુગેટેડ બોક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ જયેશ ભાઈ બદલાવાલા ઉપપ્રમુખ રાજભાઈ ટિબ્રેવાલ અને સેક્રેટરી સંજયભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં આ મુદ્દે તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપરોક્ત મુદ્દાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ મીટીંગમાં ઉદ્યોગને ચાલુ રાખવા માટે બોક્સના ભાવમાં તાત્કાલિક અસરથી 15 થી 20%નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. કાચા માલના ભાવમાં વધારાની સાથે જ GSTના દરો પણ 12% થી વધીને 18% થઈ ગયા છે જેના કારણે ખર્ચમાં વધારો થવાથી ઉદ્યોગ પણ મુશ્કેલીમાં છે. આ જોતાં વેપારીઓએ 30 દિવસમાં માલની ચુકવણી કરવી પડશે. તેમણે કહ્યું કે આ ઉદ્યોગને જાળવી રાખવા ઉપરોક્ત નિર્ણયો લેવામાં આવ્યા છે. અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button