સુરત

સુરત પોલીસ કમિશનર દ્વારા ગણેશ મહોત્સવમાં મૂર્તિ બનાવટમાં કાળજી રાખવા અંગે જાહેરનામું

સુરત: ગણેશ મહોત્સવના તહેવાર નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓનું તા.૩૧/૦૮/૨૦૨૨ના રોજ સ્થાપના થનાર છે અને વિસર્જન, સરધસ તા.૦૯/૦૯/૨૦૨૨ના રોજ નીકળનાર છે. આ મહોત્સવ અગાઉ મૂર્તિકારો તરફથી મૂર્તિઓના કદ બાબતે ઉચાઇનું યોગ્ય ધોરણ જળવાઈ રહે અને વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય, ટ્રાફિક સરળતાથી ચાલુ રહે અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે સુરત પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે સમગ્ર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી નિયંત્રણો મુકયા છે.

આ જાહેરનામા અનુસાર શ્રીગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહીતની ૯ ફુટ કરતા વધારે ઉચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેરમાર્ગ ઉપર પરિવહન કરવા ઉપર ઉપરાંત માટીની મૂર્તિઓનું વિસર્જન દરિયા, નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રતોમાં કરવાનું રહેશે. પી.ઓ.પી.ની મૂર્તિ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની પાંચ ફુટ કરતા વધારે ઉચાઈની બનાવવા, વેચવા, સ્થાપના જાહેરમાર્ગ ઉપર પરિવહન કરવા અને દરિયા, નદી, તળાવ સહિત કુદરતી જળસ્ત્રોતના વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

મૂર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરે છે. તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહી. શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થપાના દિવસ બાદ મૂર્તિકારોએ વધેલી તથા ખંડીત મુર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવી નહી. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા ઉપર પણ પ્રતિબંધ રહેશે.

ગણેશવિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહી. ફાયબરની મૂર્તિ વિસર્જનના દિવસે અથવા ત્યારબાદ સરધસરૂપે બહાર કાઢવા નહી. આ જાહેરનામું તા.૧૩/૦૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. તથા હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button