કવિશ્રી દુલા ભાયા કાગ રચિત સાહિત્ય સરવાણીનું આયોજન
૭૫માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી રિધ્ધી કલ્ચરલ ફોરમ સુરતના શ્રી રાજેશભાઈ બી. પટેલના આયોજન હેઠળ કવિશ્રી દુલા ભાયા કાગ રચિત સાહિત્ય સરવાણીનું આયોજન કોમ્યુનિટી હોલ, અડાજણ , સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં પદ્મશ્રી કનુભાઈ ટેલર, પદ્મશ્રી યઝદીભાઈ કરંજીયા, કોર્પોરેટરશ્રી કેતનભાઈ મહેતા, કેયુરભાઈ ચપટવાલા અને વૈશાલીબેન શાહ, ઇંચાર્જ ઉપશાસનાધિકારી નિમિષાબેન પટેલ તેમજ અન્ય અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમને જાહેર જનતા માટે રજૂ કરવામાં આવ્યો. દુલાભાયા કાગ રચિત ચારણી ભાષાના દુહા-છંદને સુમધુર લયમાં ભીખુદાન ગઢવી, ઘનશ્યામ ગઢવી, જયદીપ ગઢવી, જ્યોત્સનાબેન કાપડી અને તેમના વાદ્યવૃંદ સાથે સુંદર રીતે રજૂ કર્યા.
સંસ્કારના મૂલ્યો અને સંવર્ધનની પરંપરાને જાળવવાનો સંદેશ સૌ શ્રોતાગણને સંગીતમય રીતે પ્રસારિત કર્યો. શ્રોતાગણો સંગીતના સૂરોમાં આનંદની અનુભૂતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડૉ. જીનાબેન માસ્ટર અને અર્ચિતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ. લોક સંસ્કૃતિને જીવંત રાખવાનો નમ્ર અને સફળ પ્રયાસ આયોજક શ્રી રાજેશભાઈ બી. પટેલ દ્વારા કરવામાં આવ્યો.