સાહિત્ય લોક ડાયરાનું આયોજન

“૭૫”આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી રિધ્ધી કલ્ચરલ ફોરમ સુરતના શ્રી રાજેશભાઈ બી. પટેલના આયોજન હેઠળ સાહિત્ય લોક ડાયરાનું આયોજન , સુરત ખાતે મલ્ટી પર્પઝ હોલ સિંગણપોર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોર્પોરેટર જીતેન્દ્રભાઈ એન.સોલંકી, જ્યોતિબેન વી. લાઠીયા, સુવર્ણાબેન ડી. જાદવ તેમજ અન્ય અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમને જાહેર જનતા માટે રજૂ કરવામાં આવ્યો. સાથે સુરતની દિવ્યાગતાં ધરાવનાર અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેને રબ્બર ગર્લ નામની બિરુદ આપવામાં આવેલ અને રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત કરનાર અનવી વિજયભાઈ ઝાઝુકિયા અને દિવ્યાંગ બાળકોના ખેલ મહાકુંભમાં રાજયકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર 200 મીટર દોડમા દેવાંશી રિંકુ જોરામાભાઈ અને 50 મીટર દોડમાં ઘોઘારી માધવી લાલજીભાઈ ને રોકડ પુરસ્કાર અને સ્મૃતિ ભેટ થી નવાજવામાં આવ્યા.
સાથી માતા પિતા બંને ગુમાવનાર અનાથ બાળકી ને એજ્યુકેશન માટે કુમારી અર્ચિતા ને રોકડ પુરસ્કાર સહાય રૂપે રિદ્ધિ કલ્ચરલ ફોરમ સુરત, રાજેશભાઈ દ્વારા રોકડ સહાય આપવામાં આવેલ હતી. સાથે સ્પેશ્યલ ચાઈલ્ડ શિક્ષકશ્રી ને સ્મૃતિ ભેટ સાથે સન્માનિત કરવામાં આવ્યા. અને સાહિત્ય લોક ડાયરો જેમાં ભાષાના દુહા-છંદને સુમધુર લયમાં સમીર જાદવ , ઘનશ્યામ રાઠોડ, હિતેશભાઈ પ્રજાપતિ, પાયલબેન વરિયાવા અને તેમના વાદ્યવૃંદ સાથે સુંદર રીતે રજૂ કર્યા. સંસ્કારના મૂલ્યો અને સંવર્ધનની પરંપરાને જાળવવાનો સંદેશ સૌ શ્રોતાગણને સંગીતમય રીતે પ્રસારિત કર્યો. શ્રોતાગણો સંગીતના સૂરોમાં આનંદની અનુભૂતિ કરી હતી. લોક સંસ્કૃતિને જીવંત રાખવાનો નમ્ર અને સફળ પ્રયાસ આયોજક રાજેશભાઈ બી. પટેલ દ્વારા કરવામાં આવ્યો.