બિઝનેસ

પેટીએમ આઈઆરસીટીસી સાથેની ભાગીદારીમજબૂત કરે છે, પેટીએમ કયુઆર કોડ વડે ઓટોમેટિક વેન્ડીંગ મશીન્સથી  ટિકીટ લેવાની સગવડ પૂરી પાડે છે

ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન વડે પેસેન્જરોને અનરિઝર્વ્ડ  ટ્રેઈન ટિકિટ, પ્લેટફોર્મ ટિકીટ,  સિઝનલ ટિકીટ રિન્યુ કરવાની સગવડ અને સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરવાની સગવડ પૂરી પાડે છે

ભારતની અગ્રણી ડીજીટલ પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની બ્રાન્ડ પેટીએમની માલિકી ધરાવતી વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે (ઓસીએલ) આજે જાહેરાત કરી છે કે તે દેશમાં ઈન્ડીયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન સાથેની ભાગીદારી વિસ્તારીને  ગ્રાહકોને ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન વડે ડિજિટલ ટિકિટીંગ સર્વિસીસ પૂરી પાડશે.

પેટીએમ ભારતમાં ક્યુઆર કોડ આધારિત પેમેન્ટસમા મોખરે છે અને તેની આ નવી ભાગીદારી વડે તેનાં ક્યુઆર કોડ સોલ્યુશન્સને વધુ  વિસ્તારી રહી છે. ભારતીય રેલ્વે સૌ પ્રથમ વાર ટિકિટીંગ સર્વિસીસ માટે ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન ઉપર યુપીઆઈ મારફતે  ડિજિટલ ચૂકવણીની સગવડ પૂરી પાડી રહી છે અને રેલ્વે મુસાફરોને કેશલેસ પ્રવાસની સગવડ આપી રહી છે.

રેલ્વે સ્ટેશન ઉપર મુકવામાં આવેલાં ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન ટચ સ્ક્રીન આધારિત ટિકિટીંગ કિસોક છે અને તે સ્ક્રીન  ઉપર જનરેટ થયેલા ક્યુ આર કોડનુ સ્કેનીંગ કરીને પેસેન્જરોને સ્માર્ટકાર્ડ વગર ડિજિટલ ચૂકવણીની સગવડ પૂરી પાડે છે.તેમની સિઝનલ પાસ રિન્યુ કરી આપે છે, અનરિઝર્વડ ટિકીટ ખરીદવાની સગવડ પૂરી પાડે છે અને સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરી આપે છે. પેટીએમ યુપીઆઈ,પેમેન્ટ વૉલેટ, પેટીએમ પોસ્ટ પેઈડ (બાય નાઉ પે લેટર),નેટ બેંકીંગ,ક્રેડિટ કાર્ડ અને ડેબીટ કાર્ડથી ચૂકવણીના  જેવા વિવિધ વિકલ્પો  પૂરા પાડે છે.

 આ નવી ક્વિક રિસ્પોન્સ (ક્યુઆર કોડ)  આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન, તમામ ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન રેલ્વે સ્ટેશનો ઉપર લાઈવ થઈ ગયાં છે. ઈન્ડીયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન સાથેની ભાગીદારી વિસ્તારી છે.

પેટીએમના પ્રવક્તા જણાવે છે કે  ” ભારતમાં ક્યુઆર કોડ વ્યવસ્થામાં પાયોનિયર હોવાને કારણે અમે અનેક રેલ્વે સ્ટેસન ઉપર રેલ્વે સ્ટેશનો ઉપર ટિકિટીંગની વ્યવસ્થા સંપૂર્ણ પણે આસાન કરી શકયા છીએ તેનો અમને આનંદ છે. અમારી આ નવી વ્યવસ્થાનો ઉપયોગ કરીને  ભારતીય રેલ્વેનાં ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન વડે પેસેન્જરો હવે સંપૂર્ણ કેશલેસ મુસાફરી કરી શકશે “

ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન વડે પેટીએમની નવી ડિજિટલ  પેમેન્ટની વ્યવસ્થા  કંપની રેલ્વે પેસેન્જરોને ઈ-કેટરીંગ  પેમેન્ટ,  એપ્પ મારફતે ટ્રેઈનની ટિકિટરિઝર્વ કરાવવાની વ્યવસ્થા  જે વિવિધ સગવડો પૂરી પાડે છે તેમાં ઉમેરો થયો છે. આ નવુ પાસુ, દેશમાં  કેશ લેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવાના કંપનીના પ્રયાસોનો એક હિસ્સો છે.

ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન વડે નવી ડિજિટલ વ્યવસ્થાનો ઉપયોગ કેવી રીતે કરવો ?

  • નજીકના રેલ્વે સ્ટેશન ઉપર  મુકવામાં આવેલા ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન ઉપર ટિકિટ બુકીંગનો રૂટ પસંદ કરો, રિચાર્જ માટે સ્માર્ટ કાર્ડ નંબર દાખલ કરો
  • ચૂકવણીના વિકલ્પ તરીકે પેટીએમ પસંદ કરો
  • તમને દેખાતો ક્યુઆર કોડ સ્કેન કરો અને ચૂકવણીનો વ્યહવાર પૂરો કરો
  • પસંદગીને આધારે  એક ફિઝિકલ ટિકીટ જનરેટ થશે. અથવા તો સ્માર્ટ કાર્ડ રિચાર્જ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button