ઓયોએ ગુજરાતમાં 50 ટકા સુધી નવરાત્રી ડિસ્કાઉન્ટ જાહેર કર્યું
આ નવરાત્રીમાં ઓયોએ ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓને સરળ અને વાજબી રોકાણ પ્રદાન કરવા 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું
અમદાવાદ, 22 સપ્ટેમ્બર, 2022: વૈશ્વિક હોસ્પિટાલિટી ટેક્નોલોજી પ્લેટફોર્મ ઓયોએ નવરાત્રીની ઉજવણી માટે ગુજરાતની મુલાકાત લેવાનું આયોજન કરતાં પ્રવાસીઓ માટે વિશેષ ડિસ્કાઉન્ટ સ્કીમ સાથે તહેવારની સિઝનનો પ્રારંભ કર્યો છે. આ સ્કીમ હેઠળ મહેમાનો ગુજરાતમાં કેપિટલ ઓ, કલેક્શન ઓ, સ્પોટ ઓન, ઓયો ટાઉનહાઉસ અને સિલ્વરકી વગેરે જેવી તમામ ઓયો પ્રોપર્ટીઝમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
આ ઓફર ગુજરાતના અમદાવાદ, સુરત, ગાંધીનગર, ભરૂચ, વડોદરા સહિતના બીજા નગરોમાં 23 સપ્ટેમ્બર, 2022થી 09 ઓક્ટોબર, 2022 સુધી માન્ય રહેશે. નવરાત્રીમાં ગુજરાતની મુલાકાત લેવાનું આયોજન કરતાં મહેમાનો સ્વચ્છ, સુરક્ષિત અને અનુકૂળ રોકાણ બુક કરી શકે તે સુનિશ્ચિત કરતાં તેમના તહેવારોના ઉત્સાહમાં ઉમેરો કરે છે.
બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ ખૂબજ ઉત્સાહભેર શરૂ થવાની અપેક્ષા છે તથા 26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થતો તહેવાર નવ દિવસમાં દેશભરમાંથી પ્રવાસીઓને આકર્ષશે.
મહેમાનો આ ડિસ્કાઉન્ટ ઓયો એપ ડાઉનલોડ કરીને, તેમના પસંદગીના શહેરમાં માન્ય સહભાગી હોટલને શોધવા ‘Nearby’ ઉપર ક્લિક કરીને, ‘PUJOSPECIAL’ કૂપન કોડ સિલેક્ટ કરીને બુક નાઉ એન્ડ પે એટ હોટલ બટન ક્લિક કરીને મેળવી શકે છે. મોટાભાગની હોટલ વાઇ-ફાઇ અને એક-કન્ડિશનિંગ જેવી સુવિધાઓથી સજ્જ છે.
ગુજરાતમાં નવરાત્રી ખૂબજ લોકપ્રિય અને વ્યાપકપણે ઉજવાતો ઉત્સવ છે. તહેવારમાં વિવિધ શહેરોમાં દરરોજ રાત્રે લોકો ભેગા થઇને માં શક્તિની દિવ્યતાની ઉજવણી કરે છે. ગુજરાતમાં ઉત્સવની વિશેષતા ગરબા છે, જેનો ઉદ્ભવ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં થયો હતો.
ઓયોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – પ્રોડક્ટ અને ચીફ સર્વિસ ઓફિસર શ્રીરંગ ગોડબોલેએ આ ઓફર વિશે કહ્યું હતું કે, સમગ્ર ભારત નવરાત્રીની ખૂબજ ઉત્સાહપૂર્વૃક ઉજવણી કરે છે ત્યારે ગુજરાતમાં નવ દિવસમાં તહેવારમાં ગુજરાતનો ઉત્સાહ અજોડ છે.
બે વર્ષના અંતરાલ બાદ આપણે ફરી એકવાર તહેવારની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે અમે રાજ્યમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારાની આશા રાખીએ છીએ. અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે તેઓ તહેવારની મજા માણવા સાથે સુખદ અને આરામદાયક રોકાણ કરે.
ગ્રાહકોઓયોહોટલ્સનીસ્પર્ધાત્મકકિંમત, ગુણવત્તાયુક્તરોકાણ, તેનીએપનોસરળઉપયોગ, પર્સનલાઇઝેશનઅનેઓયોપ્લેટફોર્મનીફ્લેક્સિબિલિટીજેવાંપરિબળોથીઓયોપ્લેટફોર્મનેપસંદકરેછે. ગ્રાહકોઓયોની 24X7 ચેટબોટ – યોચેટદ્વારાતેમનાપ્રશ્નોનોઝડપીઉકેલમેળવીશકેછે.