અર્ચના વિદ્યા નિકેતન જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ યજ્ઞ નું આયોજન
વરાછા કમલ પાર્ક સોસાયટી સ્થિત અર્ચના વિદ્યા નિકેતનમાં યજ્ઞ દ્વારા ઋષિમુનિઓના સમયથી ચાલતી ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવવા નવતર પ્રયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ જન્મદિવસે ચોકલેટના આપવાના બદલે દાન કે મદદ કરવાની પ્રેરણા મેળવે છે. દર મહિને સંકલ્પ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલી પણ જોડાય છે.
રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં અમૂલ્ય યોગદાન આપે છે. સંકલ્પ યજ્ઞ ધાર્મિકતાની સાથે રાષ્ટ્રીયતાના મૂલ્યો વિકસાવે છે. આ સંકલ્પ યજ્ઞમાં વિદ્યાર્થીઓ માતા-પિતાની તેમજ સમાજની સેવા કરવાની પ્રતિજ્ઞા લે છે. યજ્ઞમાં હોમાતી સામગ્રી જેવી કે કપૂર , ધી વગેરે વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે તેમજ સૂક્ષ્મ જંતુઓ વાતાવરણમાંથી નાશ પામે છે.
બાળકો શ્લોક અને સંસ્કૃત નું મહત્વ સમજે છે. પૂજા અર્ચના દ્વારા બાળકોના જીવનમાં ધાર્મિક મૂલ્યોનો વિકાસ થાય છે. વિદેશી સંસ્કૃતિનું અનુકરણ અટકાવીને ભારતીય સંસ્કૃતિને યાદ અપાવે છે. શાળાના ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા અને આચાર્ય રજીતા તુમ્મા એ બાળકોમાં રાષ્ટ્રીયતાના મૂલ્યો વિકસાવવા આવા નવતર પ્રયોગો કરી રહ્યા છે.