એજ્યુકેશન

નિકેતન શાળામાં મેંહદી સ્પર્ધા અને કેશગુફન સ્પર્ધાનું આયોજન

સુરતઃ વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતનમાં ગૌરી પૂજન ની ઉજવણી વિવિધ સ્પર્ધાઓ દ્વારા ખૂબ જ અલગ રીતે કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં શિક્ષણ ઉપરાંત અનેકવિધ કળાઓ શીખે એ ખૂબ જ આવશ્યક છે, બહેનો જીવનમાં પોતાની આંતરિક શક્તિઓ વિશે વિચારે સમજે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેમજ જીવનમાં પોતાની આર્થિક , વ્યવસાયિક પ્રગતી કરે તે હેતુથી શાળામાં કેસ ગુફન અને મેંહેદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ સ્પર્ધામાં જુદી પેનલ દ્વારા નક્કી કરેલ વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ તકે શાળાના આચાર્યશ્રી રજીતાબેન તુમ્મા , ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા તેમજ નિયામક ચંદુભાઈ ભાલિયા દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિઓ ખીલે , આર્થિક અને વ્યવસાયિક મૂલ્યોનુ સિંચન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button