ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ૫૧૦૦ વિદ્યાર્થીગણ અને ૩૫૧ શિક્ષકો દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે “હનુમાન ચાલીસા”નું સમૂહ આહવાન કર્યું
સમાજ અને શૈક્ષણીક સમાજમાં સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણનું સિંચનનું ઉતમ ઉદાહરણ

સુરતઃ ઉગત કેનાલ રોડ,અડાજણ સ્થિત “ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ” દ્વારા નવી શિક્ષણ નીતિ -૨૦૨૦ અંતર્ગર્ત વિદ્યાર્થીગણમાં સામાજિક અને ધાર્મિક સંવેદના વિકસિત થાય અને પોતાના અભ્યાસમાં પોતાની સંસ્કૃતિની સમજણ મેળવે તે હેતુથી શાળાના મેનેજીંગ ડાયરેક્ટર કિશન માંગુકિયા દ્વારા ૧૨ એપ્રિલ શનિવારના રોજ શાળાના CBSE બોર્ડ અને GSHEB બોર્ડના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ ૭ થી ૧૨ સાયન્સ/કોમર્સના ૫૧૦૦ જેટલા વિદ્યાર્થીગણ અને ૩૫૧ જેટલા શિક્ષકગણ દ્વારા “હનુમાન જન્મોત્સવ” નિમિતે ” હનુમાન ચાલીશા”માં સમૂહમાં આહવાન કર્યું હતું.જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીગણ દ્વારા ૧૦ મિનીટ ૧૨ સેકેન્ડ માં હનુમાન ચાલીશા સ્વકંઠે પૂર્ણ કરી હતી.
આ કાર્યનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થી ગણ *”સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણનું સિંચન મેળવે” સાથે સાથે વિદ્યાર્થીગણમાં જોવા મળી રહેલ વિદેશી સંસ્કૃતિનો વધુ પડતો ક્રેજ ની સામે ભારતની બહુ મૂલ્ય સંસ્કૃતિ ને જાળવી રાખવાનો એક અનેરો અને ઉતમ પ્રયાસ છે આ સિદ્ધિ પાછળ શાળાની શ્રેષ્ઠ ટીમ વર્ક કાર્ય કરી રહ્યું છે.જેમાં શાળાના કેમ્પસ ડાયરેકટર,આચાર્યગણ,અને શિક્ષકગણનો અમુલ્ય ફાળો રહ્યો છે.
આ “હનુમાન ચાલીસા”નું આહવાન એટલું અસરકારક હતું કે સમગ્ર શાળા સંકુલ ભક્તિમય બની ગયું હતું અને સાઉન્ડ પેરા મીટર પ્રમાણે ૧૩૦ Db ના અવાજ સાથે શાળા સંકુલની બહાર તેમજ આજુબાજુ રહેણાંક વિસ્તારમાં અન્ય લોકો ને પણ આ “હનુમાન ચાલીસા” સંભાળવાણી તક મળી હતી.