એજ્યુકેશન

અલુણા વ્રત નિમિત્તે શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજયુકેશનમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

સુરત.ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશન વેસુ ખાતે અલુણા વ્રત નિમિત્તે શુક્રવારે મહેંદી સ્પર્ધા, કેશ ગુફન તેમજ હાર ગુફન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રકારની મહેંદી મૂકી હતી તેમજ વિવિધ હેર સ્ટાઈલ કરવાની સાથે જ વિવિધ પ્રકારના હાર બનાવ્યા હતા.

સ્પર્ધાના અંતે વિજેતા તાલીમાર્થીઓના નામ જાહેર કરાયા હતા, જેમાં મહેંદી સ્પર્ધા ચૌધરી સોનમ પ્રથમ, વસાવા અંજના દ્વિતીય અને મૌર્ય વંદના ત્રીજો ક્રમ મેળવ્યો હતો. કેશગુંફન સ્પર્ધા પ્રથમ ક્રમે ચૌધરી નિધિ એમ. દ્વિતીય ક્રમે ખુરાના જલ્પા કે. અને તૃતીય ક્રમે નાયક દર્શના આર. રહી હતી . જ્યારે હાર ગુંફન સ્પર્ધામાં પ્રથમ ક્રમે ગામીત વિપુલ એન્ડ ગ્રુપ, દ્વિતીય ક્રમે વળવી નીલીમા એન્ડ ગ્રુપ અને તૃતીય ક્રમે ચોરસિયા મહિમા એન્ડ ગ્રુપ વિજેતા થયા હતા.

નિર્ણાયક તરીકે ડૉ. ભાવિનાબેન દેસાઈ,પ્રાધ્યાપક દર્શનાબેન પટેલ, પ્રાધ્યાપક સમીરભાઈપટેલ, પ્રાધ્યાપક દિવ્યેશભાઈ પટેલ, પ્રાધ્યાપક ટીનલબેન ચૌધરી તેમજ પ્રાધ્યાપક વૈશાલી બેનપટેલે ભૂમિકા ભજવી હતી. સમગ્ર સ્પર્ધાનું આસિસ્ટન્ટ પ્રોફેસર કલ્પનાબેન પટેલ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર નીતાબેન મોહિતે એ કર્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. દિલીપભાઈ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button