એજ્યુકેશન
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડેમી ના બાળકોનું નવું સત્ર અતિ ઉત્સાહ ભેર શરૂ
વૈશ્વિક મહામારી કોવિડ-19 ની ભયાવહતા ને નાથી અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડેમી ના બાળકોનું નવું સત્ર અતિ ઉત્સાહ ભેર શરૂ કરવામાં આવ્યું. કોરોના મહામારી ના બે વર્ષ સુધી પિંજર માં કેદ થયેલા પારેવાઓને શાળા રૂપી ગગનમાં મુક્ત મને વિહરતાં જોઈ તમામ સ્ટાફ અને વાલી ઓના હૃદય દ્રવી ઉઠેલ હતાં તેમજ ઘેરા હર્ષની લાગણી પ્રસરી હતી. શાળાના પ્રથમ દિને શાળા પરિવાર દ્વારા બાળકોને લલાટે તિલક અને મીઠું મોઢું કરી સ્વાગત કરવામાં આવેલ હતું. સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામિ શ્રી હરિવલ્લભ દાસજી તેમજ સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલિયા એ બાળકોને નવા સત્રના શુભારંભે આશિષ તેમજ શુભેચ્છા પાઠવેલ હતી.