બિઝનેસસુરત

SGCCI સુરત અને ICIB વચ્ચે વ્યાવસાયિક આદાન – પ્રદાન માટે MOU થયાં

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હાથ ધરાયેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સ– સુરત તથા ઇન્ડિયન ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ સાથે મળીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમજ એક્ષ્પોર્ટ માટેનું પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી બંને વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ થયાં છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાએ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસના પ્રમુખ ડો. મનપ્રિતસિંઘ નેગી વતિ એમના પ્રતિનિધિ જમનભાઇ પટેલે સોમવાર, તા. રપ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી– સુરત ખાતે એમઓયુ પર સહી કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત સુરત સહિત ગુજરાત રિજીયનના ૮૪૦૦૦ ઉદ્યોગકારોને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં રહેતા ભારતીય મુળના ૮૪૦૦૦ બિઝનેસમેનોને ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરવા માટે પ્રયાસો થઇ રહયા છે. એવી જ રીતે દેશની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય દેશોમાં કાર્યરત ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને પણ આ મિશન હેઠળ ઓનબોર્ડ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે વિવિધ દેશોમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટે કામ કરતી ઇન્ડિયન ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસની સાથે સુરતની ચેમ્બર ઓફ કોમર્સે એમઓયુ કર્યા છે.

ઇન્ડિયન ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસની સાથે નવ જેટલા મુદ્દાઓ પર એમઓયુ થયા છે. જેમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ અન્ય દેશોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને તેઓની પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે પ્લેટફોર્મ પૂરુ પાડશે. સુરતના ઉદ્યોગકારો અને અન્ય દેશોના ઉદ્યોગકારો પરસ્પર વ્યાવસાયિક આદાન – પ્રદાન કરી એકબીજાને ઉપયોગી થઇ શકે તે માટે પ્લેટફોર્મ પૂરુ પાડશે.

સુરતના ઉદ્યોગકારોને જરૂરી વ્યાવસાયિક માર્ગદર્શન મળી રહે તે માટે સહયોગ કરશે. આ ઉપરાંત તેઓને એક્ષ્પોર્ટ માટે વૈશ્વિક માર્કેટોની માહિતી તેમજ સ્ટેટેસ્ટીકસ અને બિઝનેડ ટ્રેડ માટે ડેટા આપશે. અન્ય ઉદ્યોગોમાં રોકાણની તકોની વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

તદુપરાંત ગ્લોબલ માર્કેટમાં ઝંપલાવવા માટે તેમજ ઉદ્યોગકારોને અદ્યતન ટેકનોલોજી અને માર્કેટનું નોલેજ મળી શકે તે માટે અન્ય દેશોમાં યોજાતા ટ્રેડ ફેર તેમજ એકઝીબીશનોમાં આમંત્રિત કરવામાં આવશે. સુરત સહિત ગુજરાત રિજીયન તેમજ ભારતના ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટે તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે જે મુશ્કેલીઓ પડે છે તેના નિવારણ માટે પ્રયાસ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button