બિઝનેસસુરત

BYD ઇન્ડિયાએ સુરત ખાતે તેની ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ શોરૂમનું ઉદ્ઘાટન કર્યું

સુરત, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩: BYD ઇન્ડિયા, વિશ્વની અગ્રણી ન્યુ એનર્જી વ્હીકલ્સ (NEV) ઉત્પાદક કંપની, આજે સુરત મા તેના પ્રથમ પેસેન્જર વાહન શોરૂમનું ઉદ્ઘાટન કર્યું. કાર્ગો BYD દ્વારા સંચાલિત આ શોરૂમ BYD ઈન્ડિયા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે જે સુરતમાં પેસેન્જર વાહન બજારમાં પહેલ ભરે છે.

ઉદ્ઘાટન મા શ્રી બીવીએસ પ્રસન્ના, પેસેન્જર કાર વિભાગના વરિષ્ઠ વીપી, કાર્ગો BYD, શ્રી ઝુબિન મિસ્ત્રી, બિઝનેસ હેડ, કાર્ગો BYD અને શ્રી સંજય ગોપાલકૃષ્ણન, ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ બિઝનેસના વરિષ્ઠ ઉપપ્રમુખ, BYD ઇન્ડિયા, તથા BYD ઇન્ડિયા અને કાર્ગો BYD બંનેના મુખ્ય કર્મચારીઓ તેમજ માનનીય ગ્રાહકો ની હાજરી મા કરવામા આવ્યું.

૧૬૮૦ ચોરસ ફૂટના વિસ્તારમાં આવેલા, આ શોરૂમ ગ્રાહકોને BYDની ઇલેક્ટ્રિક વાહનોની શ્રેણીની ઍક્સેસ પ્રદાન કરશે, જેમાં ઑલ-ન્યૂ e6 અને BYD ATTO 3નો સમાવેશ થાય છે. કાર્ગો ઈ-મોબિલિટી સોલ્યુશન્સ પ્રા. લિ., ઓટોમોબાઈલ, હોસ્પિટાલિટી, રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ, O&M સેવાઓ, ઉત્પાદન અને વાહનોના રિસાયક્લિંગ જેવી વૈવિધ્યસભર કંપની છે.

સંજય ગોપાલકૃષ્ણન, ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ બિઝનેસના વરિષ્ઠ ઉપપ્રમુખ, BYD ઇન્ડિયા આ જણાવ્યું હતું, “અમારું દરેક ઇલેક્ટ્રિક વાહન ગતિશીલતાના ભાવિને આકાર આપવા અને આવતીકાલને વધુ હરિયાળી, સ્વચ્છ બનાવવા માટે એક પગલું નજીક છે. બહેતર જીવન માટે ટેક્નોલોજીકલ નવીનતાઓ માટે ભારતમાં BYDના સમર્પણ અને પ્રતિબદ્ધતાની આ ૧૬ મુ વર્ષ છે સુરતમાં કાર્ગો BYD માત્ર કારના વેચાણ વિશે નથી; તે એક ક્રાંતિને પ્રજ્વલિત કરવા વિશે છે, જ્યાં દરેક પ્રવાસ પર્યાવરણીય જવાબદારીનું કાર્ય બની જાય છે.”

બીવીએસ પ્રસન્ના, પેસેન્જર કાર વિભાગના વરિષ્ઠ વીપી, કાર્ગો BYD કહ્યું કે,” કાર્ગો BYD માત્ર ઓટોમોબાઈલ કરતાં વધુ મા માને છે; અમે એક એવી જીવનશૈલી બનાવી રહ્યા છીએ જે પરિવર્તનને સ્વીકારતા વિશ્વ સાથે પડઘો પાડે છે. BYD ના ઇલેક્ટ્રિક વાહનો નવીનતા અને પર્યાવરણીય જવાબદારી માટેના અમારા વિઝનને પૂરક બનાવે છે, ડ્રાઇવિંગ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને આવતીકાલને હરિયાળી, સ્વચ્છ બનાવવાનો માર્ગ કરે છે.”

સુરત નવીન ટેક્નોલોજીને અપનાવવામાં મોખરે છે અને આ ડીલરશીપ શહેરની આગળની વિચારસરણી સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આબોહવા પરિવર્તન સામે લડવા અને તેના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાની સુરતની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે પણ કામ કરે છે. ભારતીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2022 પુરસ્કારો અનુસાર, સુરત ભારતનું બીજું સૌથી સ્વચ્છ શહેર છે. વધુમાં, સુરતે MoHUA સ્માર્ટ સિટીઝ મિશન તરફથી સતત ત્રણ વર્ષ માટે “બેસ્ટ પર્ફોર્મન્સ” એવોર્ડ જીત્યો છે, તેમજ પાણી અને કચરો વ્યવસ્થાપન અને શહેરી ગતિશીલતામાં પ્રગતિ માટે બહુવિધ પ્રોજેક્ટ એવોર્ડ જીત્યા છે.
BYD બહેતર જીવન માટે તકનીકી નવીનતાઓનો લાભ લેવાનું ચાલુ રાખશે, સમાજના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપશે અને તેની “કોલ ધ અર્થ બાય 1°C” પહેલને અમલમાં મૂકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button