બિઝનેસસુરત

દેશભરમાંથી ર૧ હજારથી વધુ બાયર્સે સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત લીધી

જેન્યુન બાયર્સો સાથે વન ટુ વન મિટીંગમાં એકઝીબીટર્સને અત્યાધુનિક ટેક્ષ્ટાઇલ મશીનરીઓની સંખ્યાબંધ ઇન્કવાયરી જનરેટ થઇ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે તા. ૮, ૯ અને ૧૦ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજરોજ સફળતાપૂર્વક સમાપન થયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર તથા સુરત ટેક્ષમેક ફેડરેશન દ્વારા યોજાયેલા આ પ્રદર્શનથી શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ ચોકકસપણે મળશે. અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીના ઉપયોગથી કવોલિટી પ્રોડકટનું ઉત્પાદન થશે અને તેને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક્ષ્પોર્ટ કરી શકાશે.

વધુમાં તેમણે કહયું કે, વડાપ્રધાને દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે કનહહય ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે જે પ્રયાસ શરૂ કર્યા છે તેમાં સીટેક્ષ એકઝીબીશન મહત્વની ભૂમિકા ભજવશે. ટેક્ષ્ટાઇલ મશીનરીના આ પ્રદર્શનથી સમગ્ર કાપડ ઉદ્યોગનો વિકાસ થશે અને દેશના જીડીપી ગ્રોથમાં ગુજરાત રિજનમાંથી મહત્વનું યોગદાન આપી શકાશે.

સીટેક્ષ એકઝીબીશનમાં અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યો અને શહેરો જેવા કે જમ્મુ, નવી દિલ્હી, ઇરોડ, ગુડગાંવ, ગ્વાલિયર, હૈદરાબાદ, ઇચ્છલકરંજી, ઇન્દોર, જલંધર, જેતપુર, જોધપુર, કાંચિપુરમ (તામિલનાડુ), રોહતક, ગુવાહાટી, લુધિયાણા, કેરલા, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ, માલેગાંવ, મુંબઇ, મુઝફફરપુર, અજમેર, અમેઠી, બેંગ્લોર, ભીલાડ, ભિવંડી, કોલ્હાપુર, વેરાવળ, બોઇસર, બુલઢાણા, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, નોઇડા, પાલઘર, પાણીપત, રાયપુર, સાલેમ (તામિલનાડુ), તિરૂપુર, વારાણસી, વાઇધન (મધ્ય પ્રદેશ) અને વારંગલથી બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા.

સીટેક્ષ એક્ષ્પો સુપર હીટ રહયો હોવાના ફીડબેક એકઝીબીટર્સ તરફથી મળ્યાં હતાં. એકઝીબીટર્સ ખૂબ જ સારી રીતે અત્યાધુનિક મશીનરીઓ બાયર્સ સમક્ષ પ્રેઝન્ટ કરી શકયા હતા. આ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરનારા એકઝીબીટર્સને ૮૦ ટકા નવા બાયર્સ પણ મળ્યાં હતાં.

પ્રથમ દિવસે ૬રપ૦, બીજા દિવસે ૧૦૪૧૭ અને આજે ત્રીજા દિવસે ૪૯ર૬ મળી કુલ ર૧પ૯૩ બાયર્સ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા. જેને કારણે એકઝીબીટર્સને ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરી વિષે ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીટેક્ષ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકિનકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button