એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ  સ્વિમિંગ સ્પર્ધામાં મેડલ મેળવ્યું

સુરત : શહેરની  ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, જહાંગીરાબાદે ખેલમહાકુંભ રાજ્ય કક્ષા 2024 તરણ સ્પર્ધામાં અદભૂત સફળતા સાથે શાનદાર પરિણામ મેળવી સુરતનું ગૌરવ વધાર્યું છે. જેમાં તાશા મોદી, દેવર્ષ સેલર અને શ્રેયા સારંગે અસાધારણ અને આશ્ચર્યજનક સિદ્ધિ મેળવી છે. જે સખત પરિશ્રમ, સમર્પણ અને જુસ્સાનો પુરાવો છે.

જેમાં તાશા મોદીએ અંડર-17, 100m ફ્રી સ્ટાઇલમાં સિલ્વર અને 200m-400m ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીત્યો. અને 4x100m Medley Relay માં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. દેવર્ષ સેલરે બોય્સ અંડર-17 માં 100m અને 200m Breaststroke માં સિલ્વર મેડલ અને રાજ્ય સ્તરની Aquathlon માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને શ્રેયા સારંગે અંડર-17 માં 4x100m Aquathlon માં બ્રોન્ઝ મેડલ જીતીને ટોચનું સ્થાન મેળવી ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની પ્રતિષ્ઠાને ચમકાવી છે.

આ સાથે રેડિયન્ટ સ્કૂલની અરાત્રિકા સિંઘની સિદ્ધિ પણ પ્રશંસા પાત્ર છે. તેણે ખેલમહાકુંભ 2024 રાજ્ય કક્ષાએ ગર્લ્સ અંડર-17, 52થી 55 kg. Taekwondo સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી સ્કૂલનું નામ રોશન કર્યું છે.

આ પ્રસંગે સ્કૂલના પ્રેસિડન્ટ  રામજીભાઇ માંગુકિયા, વાઇસ પ્રેસિડન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઇ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમારે તમામ વિજેતાને અભિનંદન પાઠવી સુવર્ણ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button