સુરત

ધારાસભ્ય  સંગીતાબેન પાટીલે લિંબાયતમાં સરકારી કોલેજ બનાવવા માટે આગળની કાર્યવાહી ઝડપી કરવાની રજૂઆત કરી

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

સુરતઃ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કલેકટરશ્રીએ જનપ્રતિનિધિઓની રજૂઆતોને કાયદા અને નિયમો અનુસાર નિર્ણયો લઈને નિકાલ કરવા સંકલનના અધિકારીઓને સુચના આપી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન ફરજ પરના ગ્રાસરૂટ લેવલના કર્મચારીઓ સાથે લાઈવ કોન્ટેકમાં રહીને કોઈ પણ ઘટના બને તો ઝડપથી પગલા લેવાય તે દિશામાં સૌને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલે બારડોલી, પલસાણા, કામરેજ, માંગરોળ તાલુકામાં પસાર થતા મુંબઈ-દિલ્હી એક્ષપ્રેસ રસ્તા માટે સંપાદિત થયેલી જમીનોની કાચી એન્ટ્રી રદ કરવા તેમજ બાકીની જમીનમાં ખેડુતોના નામ ચાલુ રાખવા રજૂઆત કરી હતી. વીજલાઇનના ઝુલતા તારોને કારણે આગ લાગવાના બનાવો બને છે, જેથી ચોમાસાની ઋતુ દરમિયાન યોગ્ય મેન્ટેનન્સ થાય તેની કાર્યવાહી સંદર્ભે ડીજીવીસીએલના અધિકારીઓને નિરાકરણ કરવા જણાવ્યું હતું.

ધારાસભ્ય  સંગીતાબેન પાટીલે કહ્યું કે, લિંબાયતમાં સરકારી કોલેજ બનાવવા માટે જમીનની ફાળવણી થઈ ચુકી છે જેથી આગળની કાર્યવાહી ઝડપી કરવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત વધારાનું જનસુવિધા કેન્દ્ર શરૂ કરવા તેમજ એન.એફ.એસ.એ. રાશનકાર્ડ ધારકોને અનાજ સમયસર મળે તે અંગેની રજુઆતો કરી હતી.

ધારાસભ્ય સંદિપ દેસાઈ દ્વારા રાષ્ટ્રીય ધોરી માર્ગ-૫૩ ઈચ્છાપોર ચોકડીથી હજીરા સુધી બાકી રહેલ સર્વિસ રોડનું કામ પુર્ણ કરવા, મોરા ત્રણ રસ્તા પરનું સર્કલ નાનુ કરવાની રજૂઆત સંદર્ભે કલેકટરશ્રીએ હાઈવેના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઈચ્છાપોર ચોકડીની આસપાસના પોઈન્ટ પર ૧૦૮ એમ્યુલન્સ તૈનાત કરવા તેમજ રાશનકાર્ડ ધારકોની સમસ્યાઓને દુર કરવા માટે ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં આવેલી પુરવઠાની ઝોનલ કચેરીનું પુનગઠન કરવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે કલેકટરશ્રીએ સંબધિત અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે નિયુકત કરવામાં આવેલ એજન્સી કામ પુર્ણ ન કરે તો અન્ય એજન્સીની કરવાની રજૂઆત કરી હતી જે સંદર્ભે કલેકટરશ્રીએ જમીન રેકર્ડના જિલ્લા ઈન્સ્પેકટરને કાર્યવાહી કરવા સુચના આપી હતી. આ ઉપરાંત તેમણે શહેરમાં નીતિનિયમો અનુસાર મિલકતોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે તેવા મિલકતધારકોને જરૂરી મુદ્દત આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ભેદવાડની ખાડીને અંડરગ્રાઉન્ડ કરવા તેમજ ઉધના હાઈટેન્શન લાઈનને અંન્ડરગ્રાઉન્ડ કરવાની રજુઆતો કરી હતી. જે સંદર્ભે કલેકટરશ્રીએ સંબધિત અધિકારીઓને સત્વેર નિરાકરણ કરવા જણાવ્યું હતું.

ધારાસભ્યશ્રી અરવિંદ રાણાએ સુડા વિસ્તારમાં બી.યુ.સી. વિનાની મિલકતો પર સીલ કરવાની કાર્યવાહી કરવામાં રહી છે, જેથી આવી વધારાની બી.યુ.સી. વિનાની મિલકતો પર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત એનએફએસએ રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે.

રાજ્ય સરકારના ઠરાવ મુજબ ગંગા સ્વરૂપ યોજનાની બહેનો, દિવ્યાંગ વ્યકિતઓ, તથા વૃધ્ધ અને અશકત પેન્શન ધારકોને પણ અનાજ મળી રહે તે માટે વધુમાં વધુ લાભાર્થીઓનો સમાવેશ કરવાની રજૂઆત કરી હતી. કલેકટરશ્રીએ પુરવઠા અધિકારીને ઝુંબેશરૂપે લાભાર્થીઓને મળી રહે તે માટેની કાર્યવાહી કરવા ઉપરાંત અશાંતધારા કાયદાની કડક અમલ કરવા જણાવ્યું હતું.

જિલ્લા સંકલનની વિભાગ-૨ની બેઠકમાં પેન્શન કેસો, નાગરિક અધિકારપત્રોનો સત્વરે નિકાલ કરવાની રજૂઆત થઇ હતી. બેઠકમાં સુડાના સી.ઈ.ઓ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button