એજ્યુકેશન

સ્વદેશી પબ-જી એવી ScarFall 2.0 ગેમના નિર્માતાઓએ રેડ & વ્હાઇટ આઇટી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ સેશન યોજ્યું

ગુજરાતી ક્લચરના કેરેકટર્સથી સજ્જ મેડ ઈન ઇન્ડિયા ગેમ: વિદ્યાર્થીઓને ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ભવિષ્ય હોવાનું પ્રોત્સાહન અપાયું

સુરત: રેડ & વ્હાઇટ આઇટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આયોજિત સ્વદેશી પબ-જી એવી ScarFall 2.0 નામની ગેમના નિર્માતાઓ સર્વશ્રી ધ્રુવિન ડૉક્ટર અને ઝીલ ગજેરાના અધ્યક્ષ હેઠળ શહેરની યોગી ચોક વિસ્તારની બ્રાન્ચ ખાતે ગ્રાફિક્સ, એનિમેશન અને ડિઝાઇનિંગ કોર્સના વિદ્યાર્થીઓ માટે “ક્રાફ્ટિંગ વિજ્યુઅલ & આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ વિથ ઇન્ટરવ્યૂ ટેક્નિક્સ” ના વિષય પર એક્સપર્ટ સેશન યોજાયું હતું.

આ એક્સપર્ટ સેશનમાં વિદ્યાર્થીઓને ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ભવિષ્ય હોવાનું પ્રોત્સાહન મળે તેમજ અદ્યતન ટેક્નોલોજીઓ થી પરિચિત થઇ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું વેલ્યુ એડિશન આપી શકે તેવા ઉદેશ્યથી આ સમગ્ર સેશનનું આયોજન કરાયું હતું. તેમજ ગુજરાતી ક્લચરના કેરેકટર્સથી સજ્જ મેડ ઈન ઇન્ડિયા ગેમ થકી વિદ્યાર્થીઓને ગેમ ડિઝાઇનની માહિતી પણ અપાઈ હતી.

આ પ્રસંગે Xsquads ના સીઈઓ શ્રી જેમિષભાઇ લખાણીના માર્ગદર્શન હેઠળ કોર્ડિનેટર ધ્રુવિન ડોકટરએ ગુજરાત તેમજ ભારતમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો હોવાની વાત જણાવી હતી. તેમને કહ્યું હતું કે આજે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ગ્રો કરવા માટે કોઈ ઉમર કે અનુભવ કરતા ક્રિયેટિવ અને યુનિક વિચારો, કોડિંગનું જ્ઞાન અને સમયબદ્ધતા આ ત્રણ માપદંડો થકી તમે આ ફિલ્ડમાં નામના મેળવી શકો છો.

તેમને વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી યુવાનોમાં પ્રચલિત પબ-જી ગેમ કે જેમાં તમામ વિદેશી કેરેક્ટર્સ અને સંપૂર્ણ આઉટ સ્ટેશન થીમ જોવા મળતી હોય છે. ત્યારે અમે આ તમામ બંધનોને ભારતીય લોકેશન અને ગુજરાતી કેરેક્ટર્સની ઝાંકીયોનો અનુભવ થશે. ગેમ્સના ગ્રાફિક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી તમને આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આ ઉપરાંત ઝીલ ગજેરાએ વિદ્યાર્થીઓને ગેમ ડિઝાઇન, યુનિક ગ્રાફિક્સ યુઝર આઈડિયા તેમજ આવનારા સમયમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ અને કરિયરનું મહત્વ વિશે જણાવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે રેડ & વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓના હિત તેમજ ઇન્ડસ્ટ્રી રેડી બનાવવાના ઉદેશ્યથી સમયાંતરે આવા એક્સપર્ટ સેશન યોજતી હોય છે. આ વર્કશોપમાં પ્રત્યક્ષ તેમજ વર્ચ્યુલ માધ્યમથી સંસ્થાના અન્ય શાખાઓના 300 થી વધુ ગ્રાફિક્સ, એનિમેશન અને ડિઝાઇનિંગ કોર્સના વિદ્યાર્થીઓ અને સંસ્થાના ફેકલ્ટીઓ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button