એજ્યુકેશન

નેશન બિલ્ડર એવોર્ડ દ્વારા સંત સાવતા માળી પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર જ. ખંગાર સન્માનિત

સુરત, રોટરી સુરત રિવર સાઈડ કલબ દ્વારા તા-૬-૯-૨૦૨૨ ના રોજ પાલગામ ખાતે “નેશન બિલ્ડર એવોર્ડ” આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સુરત શહેરના કલેક્ટર આયુષ ઓક સર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને તેમજ રોટરી કલબના અધ્યક્ષ રીતુબેન તલવાર પણ હજર હતા.

જેમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંતશાવતા મારી પ્રાથમિક શાળા ક્રમાંક 226, સુરતના શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખેંગાર ને ભારતના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ  ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે “શિક્ષક દિન”ના દિવસે રોટરી સુરત રિવર સાઈડ કલબ દ્વારા “નેશન બિલ્ડર એવોર્ડ ૨૦૨૨” થી સન્માનિત કરવામાં આવ્યું. તેમને આ સન્માન તેમના દેશના રાષ્ટ્ર ઘડતર અને શ્રેષ્ઠ કામગીરી માટે આપવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button