સુરત
lockdown દરમિયાન 8000 જેટલા ફોટાથી સ્પેશિયલ મોદી માટે ફ્રેમ બનાવી
સુરતમાં પીએમ મોદી આવતા જ યુવકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી હતો. સવારથી જ લોકો પી એમ મોદીજીના સ્વાગત માટેની તૈયારીઓના આયોજન કરી રહ્યા હતા. સુરતના સિદ્ધાર્થ દોશી નામક વ્યક્તિએ નરેન્દ્ર મોદીને ફ્રેમની ભેટ આપવા ઉત્સુક હતા. સિદ્ધાર્થે lockdown દરમિયાન 8000 જેટલા ફોટાથી સ્પેશિયલ મોદી સાહેબ માટે ફ્રેમ બનાવી છે. સમગ્ર ફ્રેમ આખા પરિવારના સભ્યોએ દસ દિવસમાં તૈયાર કરી છે.