એજ્યુકેશન

એલ.પી. સવાણી સ્કૂલ પાલનપુરના વિદ્યાર્થીઓએ રચ્યો ઇતિહાસ,  ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

તા. 29. 5. 2022 કર્ણાટકાના બેલગાંવ શહેર ખાતે સતત 96 કલાક સ્કેટિંગ ચલાવી એલ.પી. સવાણી સ્કૂલ પાલનપુરના વિદ્યાર્થી પટેલ ચૈતન્ય અને પટેલ જીત તથા શાળાના સ્કેટિંગ કોચ હિરેન સોલંકી ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.

હિમવર્ષા, ઠંડી, તપ તથા પગમાં લાહી નીકળી ગયા તેમ છતાં પણ તેમનું સ્કેટિંગ કરવાના શરૂ રાખ્યા હતું અને ત્રણ મહિનાના જજમેન્ટ પછી તેમને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જે બદલ એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના ચેરમેનશ્રી માવજીભાઈ સવાણી અને વાઇસ ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી સહિત તમામ ટ્રસ્ટી ગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

વિદ્યાર્થીઓને આ સ્થાન પ્રાપ્તિ કરાવવા માટે શાળાના ડાયરેક્ટરશ્રી કેતન નાગ્રેચા અને આચાર્યશ્રી ડૉ. ક્ષિતિજ પટેલે મહત્વનુ યોગદાન આપ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button