નવરાત્રીના બે સૌથી મોટા ગાયક કલાકારો અને લોકપ્રિય સ્થળોની લાઈવ નવરાત્રી, ૫ મીઑક્ટોબર ૨૦૨૨ સુધી કલર્સ ગુજરાતી પર રોજ રાત્રે ૮વાગ્યા થી
અમદાવાદ : લોકપ્રિય ગુજરાતી ચેનલ “કલર્સ ગુજરાતી” પ્રસ્તુત કરે છે વર્ષ ૨૦૨૨ ની સૌથી મોટી લાઈવ નવરાત્રી સ્પેશિયલ ઈવેન્ટ, “રુમઝુમ નોરતા ૨૦૨૨”. આ કાર્યક્રમમાં કલર્સ ગુજરાતી મુંબઈ અને વડોદરામાં થી શ્રેષ્ઠ નવરાત્રી ઈવેન્ટ્સનું લાઈવ કવરેજ પ્રસ્તુત કરે છે. ૫મી ઑક્ટોબર ૨૦૨૨ સુધી નવરાત્રીના પાવન અવસરે, રોજ રાત્રે ૮વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી જાણીતા સ્થળોથી નવરાત્રીના વિશેષ લાઇવ કવરેજ ટેલિકાસ્ટ કરવાની વ્યવસ્થા કરી છે .
રુમઝુમ નોરતા વિશે વાત કરતા વિપુલ નાગર – બિઝનેસ હેડ કલર્સ ગુજરાતી એ જણાવ્યું હતું કે, “હાલમાં કલર્સ ગુજરાતીના વિવિધ શો આવે છે પરંતુ લાઈવ નવરાત્રીએ સૌથી મોટી ઓન ગ્રાઉન્ડ ઈવેન્ટ છે, જે દરવર્ષે ટેલિકાસ્ટ કરવામાં આવે છે અને આ પ્રથા અમારા માટે એક પરંપરા સમાન બની ગઈ છે. સૌથી વધુ ફૂટફોલ અને સારા વ્યુઅરશિપ સાથેની આ ઇવેન્ટ દર્શકોને અનોખું મનોરંજન આપે છે .
આ વર્ષે અમે મુંબઈ થી ફાલ્ગુની પાઠક (શોગ્લિટ્ઝ) અને વડોદરાથી યુનાઇટેડ વેના ખ્યાતનામ ગરબા ગાયક શ્રી અતુલ પુરોહિતના પર ફોર્મન્સનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનના કારણે બે વર્ષના ગાળા બાદ ગુજરાતીઓ આ નોરતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફાલ્ગુની પાઠક ગરબા કવીન તરીકે ખ્યાતનામ છે અને તેના ગરબા પર ઝૂમવા માટે મુંબઈગરા હરહંમેશ તૈયાર હોય છે. જયારે અતુલ પુરોહિત છેલ્લા 29 વર્ષથી યુનાઇટેડવે અને વડોદરાના ફેવરિટ કલાકાર રહ્યા છે અને તેઓઆ 30 માં વર્ષે પણ યુનાઇટેડવેના ગરબાને પોતાનો અવાજ આપી રહ્યા છે.
કલર્સ ગુજરાતી આ બન્ને સ્થળો પર થી જીવંત પ્રસારણ કરી રહ્યું છે અને આશા છે કે અમારા દર્શકોને આ રુમઝુમ નોરતા 2022 લાઈવ માણવાની મજા આવશે. જોવાનું ચૂકશો નહિ તમારી મનપસંદ ફાલ્ગુની પાઠક ઉર્ફે ગરબા ક્વીન અને યુનાઈટેડવે (UW) તરફથી અતુલ પુરોહિતને ૫મી ઑક્ટોબર ૨૦૨૨ સુધી, કલર્સ ગુજરાતીના લાઈવ નવરાત્રીશૉ“ રુમઝુમ નોરતા ૨૦૨૨”, રોજ રાત્રે ૮વાગ્યાથી ૧૨વાગ્યા સુધી.