એજ્યુકેશન

ખેલ મહાકુંભ 2024: ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેડલ જીત્યા

સુરત : ખેલ મહાકુંભ રાજ્ય કક્ષા ની સ્પર્ધા ૨૦૨૪, તારીખ ૧૪ થી ૧૮ મે ૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લામાંથી કુલ ૧૬૦૦ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો. જેમાંથી ઉગત-કેનાલ રોડ, જહાંગીરાબાદ, સુરત  સ્થિત  ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં સી.બી.એસ.ઈ બોર્ડનાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી અરાત્રિકા સિંઘ કાષ્ય પદક અને ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમ ની ધોરણ- ૯ માં અભ્યાસ કરતી યશ્વી કવા રજક પદક અને જીયા કાવા કાશ્ય પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતુ

આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્યશ્રી, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ટેકવોન્ડો કોચ ભૂપેન્દ્ર ચૌહાણને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button