ડિજિટલ યુગમાં પારંપારિક મૂડી રોકાણ સાધનોમાંથી રોકાણકારો બહાર આવે, રોકાણકર્તા વધુ રિટર્ન કરતા વેલ્થ ક્રિએટ કરે
પોર્ટફોલિયો પ્લાનિંગ રોકાણનું પહેલું પગથીયું

યુવાઓના દેશ તરીકે ઓળખાતા ભારતે હવે શોર્ટકટનો માર્ગ અપનાવવાની જરૂર નથી. ઉત્તમ આયોજન જ દરેક ક્ષેત્રે સફળતાના શિખરો તરફ દોરી જઇ શકે છે. કમાણીના માટેના નવા-નવા માર્ગ ખુલ્યા છે સાથે-સાથે રોકાણ બાબતે પણ પારંપારિક રોકાણમાંથી લોકો બહાર આવી રહ્યાં છે અને આવવું જરૂરી બન્યું છે. છેલ્લા કેટલાક સમયથી બેન્ક એફડી, સોના-ચાંદી, પીએફ-પીપીએફ, પોસ્ટ ઓફિસમાં રોકાણ હવે આઉટડેટે બની ચૂક્યા છે.
લોકો સ્માર્ટ થયા છે પરંતુ રોકાણ બાબતે અત્યારના આધુનિક સમયમાં સ્માર્ટનેસ કામ કરી શકે તેમ નથી. તેના માટે ફાઇનાન્સિયલ ઉચ્ચ અભ્યાસ ક્યા સમયે ક્યા સેગમેન્ટમાં રોકાણ કર્યું છે તેમાં એન્ટ્રી કરવી અને ક્યારે એક્ઝિટ લેવી તે મહત્વનો ભાગ ભજવે છે જેના માટે હવે મોટા ભાગના લોકો પોર્ટોફોલિયો પ્લાનિગ તરફ આગળ વધી રહ્યાં છે જેમાં દેશભરમાં ગુજરાતીઓ ટોચનું સ્થાન ધરાવે છે તેમ મેહતા વેલ્થ લિમિટેડના ચેરમેન અને સિઆઇઓ કેયુર મેહતા જણાવી રહ્યાં છે. રોકાણમાં પ્લાનિંગ મહત્વનું પાસુ બની ચૂક્યું છે તે અંગે તેઓએ પ્રકાશ પાડ્યો છે જેના અંશો નીચે મુજબ છે….
પારંપારિક રોકાણમાંથી લોકો બહાર આવી રહ્યાં છે, યોગ્ય છે ?
કહીએ છીએ કે પરિવર્તન સંસારનો નિયમ છે તેમ દરેક બાબતોમાં યોગ્ય અને સમજદારી પૂર્વકનો બદલાવ ઉત્તમ સાબીત થાય છે. રોકાણ બાબતે પણ કાંઇક આવુ જ છે. પારંપારિક રોકાણમાંથી લોકો ધીમે-ધીમે બહાર આવી રહ્યાં છે અને ઇક્વિટી, ડેટ, આઇપીઓ, મ્યૂચ્યુઅલ ફંડ તેમજ અન્ય રોકાણના સાધનો તરફ ડાયવર્ટ થઇ રહ્યાં છે જે ખોટું નથી પરંતુ તેમાં સમજદારી જરૂરી છે.
રોકાણકારોએ ઉત્તમ રિટર્ન માટે કેવો વ્યુહ અપનાવવો જોઇએ ?
ડિજિટલનો જમાનો છે, વૈશ્વિક સ્તરે જિયો પોલિટિકલ ઇશ્યુ સતત વધી રહ્યાં છે, મોંઘવારી, સ્લોડાઉન તેમજ આવનારી આકસ્મિક આપત્તિઓમાં રોકાણકારો માટે રોકાણ સલામત અને વળતરદાયી રહે તે જરૂરી બન્યું છે. જેના માટે વેલ્થ મેનેજમેન્ટ જરૂરી છે નહીં કે રિટર્નમાં ચાર દીન કી ચાંદની ફિર અંધેરી રાત… રોકાણકારોએ સારા રિટર્ન માટે ફાઇનાન્સિયલ નિષ્ણાત પાસે પોર્ટફોલિયો પ્લાનિકની હવે ગરજ સારી રહી છે.
એકના ડબલ કરવામાં રોકાણકાર ફસાઇ જાય છે તો તે મુદ્દે શું કરવું ?
ઝડપી લાઇફસ્ટાઇલના જમાનામાં દરેક રોકાણકારની એવી ઘેલછા હોય છે કે એકના ડબલ ક્યારે થશે… એકના ડબલ કરવાના ચક્રમાં અનેક રોકાણકારો રિટર્ન તો દૂરની વાત મૂડી પણ ખોઇ બેસે છે. રોકાણ માટે પહેલો નિયમ છે પ્લાનિંગ, તમે ક્યા હેતુથી રોકાણ કરી રહ્યાં છો, તમારી રોકાણની જરૂરીયાત કેટલી છે, કેટલા સમય માટે રોકાણ કરવું છે તે તરફનો લક્ષ હોવો જોઇએ. આજે રોક્યા અને કાલે ડબલ એ સમય નથી. માટે લાંબાગાળાના રોકાણને ધ્યાનમાં રાખી ફાઇનાન્સિયલ પ્લાનરની સલાહ સાથે રોકાણ લાભદાયી નિવડી શકે.
શેર માર્કેટના રોકાણમાં ક્યારે એન્ટ્રી લેવી ક્યારે એક્ઝિટ લેવી
ઇક્વિટી માર્કેટનો આધાર હવે કંપનીના ફંડામેન્ટલની સાથે-સાથે વૈશ્વિક જિયો પોલિટીકલ ઇશ્યુ, આવી પડતી આકસ્મિક આપત્તિઓ પર વધુ કેન્દ્રિત થયું છે. અત્યાર સુધી પારંપારિક ગણાતા એવા ફિક્સ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસમાં રોકાણ ઘટી રહ્યું છે પરંતુ હવે ઇક્વિટી, ડેટ, ક્રિપ્ટોથી કામ ચાલે તેમ નથી. સફળ રોકાણકાર માટે પોર્ટફોલિટો ડાયર્વસિફિકેશન ધરાવતે અને વેલ્થ ક્રિએટ કરતો અપનાવવો જરૂરી બન્યો છે.
ડિજિટલ કરન્સીનો ક્રેઝ છે કેટલો વાજબી, રોકાણ કરવા માટે યોગ્ય સાધન મનાય
ડિજિટલ ટેક્નોલોજીનો યુગ ચાલી રહ્યો છે પરંતુ જે વસ્તુ પારર્દશક નથી તેમાં પ્રવેશ કરવો મારા મતે હિતાવહ નથી. વિશ્વના મોટા ભાગના દેશોમાં હજુ ક્રિપ્ટોને માન્યતા આપવામાં આવી નથી. ભારતમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ક્રેઝ વધ્યો છે અને નજર સમક્ષ છે કે જે લોકોએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું છે તેમાં કેટલું રિટર્ન છે. રોકાણ માટે દરેક રોકાણકારે ક્યા સેગમેન્ટમાં રોકાણ કરે છે તે માન્ય છે કે નહીં, લાંબાગાળે રિટર્ન આપી શકે તેમ છે કે કેમ તેની ચકાસણી કરી રોકાણ કરવું જોઇએ.
વેલ્થ ક્રિએશનમાં ગુજરાત શા માટે આગળ છે ?
કહેવાય છે કે ગુજરાતીઓ એકના બે કરવામાં માહિર છે એવું નથી. ગુજરાતીઓ તેમના ફાયદા માટે યોગ્ય પગલા યોગ્ય સમયે લઇ રહ્યાં છે તે વાસ્તવિક છે. રોકાણમાં પણ હવેનો સમય વેલ્થ ક્રિએશનનો છે. વેલ્થ મેનેજમેન્ટનો છે. સમયના અભાવના કારણે ઉચ્ચ રિટર્ન મેળવવામાં રોકાણકારો માર ખાય છે ત્યારે ફાઇનાન્સિયલ પ્લાનર પાસે રોકાણનો પોર્ટફોલિયો ક્રિએટ કરતા થઇ ચૂક્યા છે. આ ક્રેઝ અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં સૌથી વધુ છે.
( કેયુર મેહતા,ચેરમેન અને સીઆઇઓ,મેહતા વેલ્થ લિમિટેડ )