બિઝનેસસુરત

કાપડની નવી જાતો બનાવવા પોલિએસ્ટર યાર્નની નવી ગુણવત્તા વિશે ટેકસટાઇલ ઉદ્યોગકારોને જાણકારી અપાઇ

‘પોલિએસ્ટર– ધ રોડ અહેડ’વિષે યોજાયેલા સેમિનારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અસિમ પાને માર્ગદર્શન આપ્યું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘પોલિએસ્ટર– ધ રોડ અહેડ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અસિમ પાન દ્વારા ઉદ્યોગકારોને કાપડની નવી જાતો બનાવવા માટે પોલિએસ્ટર યાર્નની નવી ગુણવત્તા તથા વિવિધ પ્રોડકટ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ગ્લોબલી માર્કેટમાં હવે દિવસે ન દિવસ પોલિએસ્ટર ફાયબરની માંગ વધી રહી છે. વઝીર એડવાઇઝરના સરવે મુજબ, વર્ષ ર૦૩૦ સુધીમાં પોલિએસ્ટર ફાયબર વિશ્વનું પ૯ ટકા માર્કેટ કેપ્ચર કરી લેશે, આથી હાલ આખું વિશ્વ સસ્ટેનેબિલિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અસિમ પાને જણાવ્યું હતું કે, એરલાઇટ પ્રોડકટ સોલીડ ફાયબરથી બને છે. આ પ્રોડકટ શરીરને પ્રોટેકટ કરે છે અને બહારના વાતાવરણની અસર તુરંત શરીર પર થવા દેતી નથી. ઓલકાઇમા પ્રોડકટ શરીરને ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડક આપે છે. આ પ્રોડકટ કુલટેક ફાયબરની જેમ અસર કરે છે અને દરેક કલાયમેટમાં ચાલે તેવી પ્રોડકટ છે. સુપરફીલ (સોફટ ટચ) પ્રોડકટ કોટન સ્પનની જેમ છે, પરંતુ એ પિલીંગમાં ચાલે એમ નથી. કોટનની જેમ દેખાય એવી કોટલુક પ્રોડકટ વિષે પણ તેમણે માહિતી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ યાર્ન (જીયો ગ્રીડ) ફલાયઓવરના વોલમાં ઉપયોગમાં લેવાય છે. આ યાર્ન ઓઇલ યુરોશન રોકવા માટે કામ લાગે છે. ઇન્ડિયન ટાયર માર્કેટના સરવે મુજબ હવે નાયલોન ટાયરકોટની જેમ પોલિએસ્ટર ટાયરકોટનો ઉપયોગ વધ્યો છે. વધુમાં તેમણે કહયું કે, ટેકિનકલ ટેકસટાઇલનો ગ્રોથ ઘણો સારો છે. ગારમેન્ટમાં ફંકશનાલિટી હોવી જોઇએ. રૂપિયા પ કરોડથી ટેકિનકલ ટેકસટાઇલનો પ્રોજેકટ બને છે, આથી નાના ઉદ્યોગ સાહસિકો આ પ્રોજેકટ શરૂ કરી શકે છે.

વધુમાં તેમણે કહયું કે, સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને ફંકશનાલિટી ઉપર પણ કામ કરવું પડશે. આ દિશામાં તેમણે ઘણી આંકડાકીય માહિતી સાથે ઉદ્યોગકારોને સમજણ આપી હતી. તેમણે એપરલ પાર્ક અને નોન એપરલ પાર્કમાં શું થઇ રહયું છે તેના વિષે પણ માહિતી આપી હતી.

જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, પોલિએસ્ટર યાર્નથી બનેલા ફેબ્રિકસ ઘણા સસ્તા હોય છે. પોલિએસ્ટર યાર્નથી જુદા–જુદા ફેબ્રિકસ બને છેે. સાડી, લેડીઝ ડ્રેસ, સુટ, દુપટ્ટા, પેન્ટ શર્ટ અને ફર્નિશિર્ંગ ફેબ્રિકસ સોફા, પડદા વિગેરેમાં પોલિએસ્ટર યાર્નનો ઉપયોગ થાય છે. આનાથી બનેલા ફેબ્રિકસમાં ડાઇંગ એન્ડ ફિનિશીંગનું ઘણું મહત્વ રહે છે. આ ફેબ્રિકસ પર ડિજીટલ પ્રિન્ટ અને રોટરી પ્રિન્ટ એન્ડ એમ્બ્રોઇડરી વિગેરે પણ થઇ રહયું છે.

ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર તથા ભૂતપૂર્વ પ્રમુખો પ્રફુલ શાહ અને મહેન્દ્ર કાજીવાલા ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના જીએફઆરઆરસીના કો–ચેરમેન ઉમેશ ક્રિષ્ણાનીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button