ધર્મ દર્શનસુરત
પાર્શ્વનાથ ભગવાનના જન્મ તેમજ દીક્ષા કલ્યાણક ના અવસરે સુરતમાં લાડવા તેમજ મૈસુરનું વિતરણ થશે
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સુરત જૈન સંસ્થા દ્વારા પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનના જન્મ તેમજ દીક્ષા કલ્યાણક ના અવસરે સમગ્ર સુરત શહેરમાં લાડવા તેમજ મૈસુરનું વિતરણ થશે.
સુરત શહેરના નાગરિકોને ભગવાનના જન્મદિવસ નિમિત્તે મોઢું મીઠું કરે અને હંમેશા સુખ શાંતિ અને સ્વાસ્થ્ય ની અનુકૂળતાઓ તેમના પરિવારમાં રહે એવી શુભકામના .
સંસ્થા દ્વારા સમગ્ર શહેરમાં લગભગ 20,000 થી વધારે લાડવા તેમજ 800 કિલો થી વધારે મૈસૂરનું વિતરણ થશે .શ્રી સહસ્રફણા પાશ્વૅનાથ ભગવાનના જીનાલયમાં પરમાત્માની ભવ્ય અગરચનાઓ, ફૂલોના સુશોભનો તેમજ દિવડાઓની રોશની થશે ..લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ દર્શનાર્થે પધારશે.