એજ્યુકેશન
અર્ચના વિદ્યા નિકેતન શાળામાં આકસ્મિક રાહત ફંડ પેટીનું અનાવરણ
શાળાના વાલી અને દાતા મફતલાલ ભીખાજી રાવલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું
પરિવર્તન એ સંસારનો નિયમ છે. વ્યક્તિના જીવનમાં ક્યારે કેવા પ્રકારનો વળાંક આવશે એ કોઈ કહી શકતું નથી. વ્યક્તિના જીવનમાં આવતા નકારાત્મક વળાંક, આકસ્મિક દુર્ઘટનાઓમાં ફૂલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપ આર્થિક સહાય કરવા હેતુ શાળામાં આકસ્મિક રાહત ફંડ પેટીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પેટીમાં આર્થિક રીતે પીડાતા વ્યક્તિઓને મદદ કરવા હેતુ શાળા પરિવારની જે કોઈ વ્યક્તિ આર્થિક સહાય કરવા ઇચ્છુક હોય તે અહી રાહત ફંડ પેટીમાં દાન કરી શકે છે. આપના જન્મ દિવસ પર, આપના ઘરમાં આવેલ કોઈ પણ ખુશીના મોકા પર, પુણ્યતિથિ પર વગેરે જેવા પ્રસંગે આ પ્રકારનું દાન કરી પ્રસંગને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિની ખુશીનું કારણ બનાવી શકાય. શાળાના ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા અને આચાર્ય રજીતા તુમ્મા એ એક નવા વિચારધારાની પહેલ કરી છે.