લિંબાયત વિસ્તારમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજન અને સ્વતંત્રતા સેનાની તેમજ આર્મીના જવાનોના પરિવારનું સન્માનનો કાર્યક્રમનું આયોજન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-સુરત કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમેં આજરોજ લિંબાયત વિસ્તારમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજન અને સ્વતંત્રતા સેનાની તેમજ આર્મીના જવાનોના પરિવારનું સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લિંબાયત સુભાષનગર કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશભાઈ શાહ, શાસનાધિકારી વિમલભાઈ દેસાઈ અને શિક્ષણ સમિતિના સભ્યો અને સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
ત્યાર બાદ શહીદોની વીરગાથા વિષય પર પ્રો. શૈલેષભાઈ ઘીવાલા એ પોતાનું વક્તવ્ય આપ્યું. ધારાસભ્ય સંગીતા પાટીલે કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું હતું. આ સંગે ભારતમાતાનું પૂજન અને આરતી કરી દેશની આઝાદી માટે બલિદાન અપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ ને યાદ કરવામાં આવ્યા હતા.
સાથે જ સ્વાતંત્રતા સેનાની અને આર્મીમાં ફરજ બજાવતા જવાનોના પરિવારના સભ્યોનુ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના બાળકો વિવિધ મહાપુરૂષોની વેશભૂષામાં સજ્જ થઈ આવતા વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.