સ્પોર્ટ્સ

ગુજરાતના ટેબલ ટેનિસ પ્લેયર ઈશાનએ યુએસએ ખાતે U 2500 RR મેન્સ સિંગલ્સનો ટાઈટલ જીત્યો

ગાંધીધામ, નવેમ્બર 7 : કચ્છના ટોચના ક્રમાંકિત ઇશાન હિંગોરાનીએ ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર, મિલપિટાસ, કેલિફોર્નિયા, યુએસએ ખાતે આયોજિત ICC જુલા ઓટમ ઓપન 2023માં અંડર 2500 રેટિંગ મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું છે.
ફાઇનલમાં ઇશાને બે વખતના ઓલિમ્પિયન સૌમ્યજીત ઘોષને 3-1 (6-11, 13-11, 11-6, 11-5)થી હરાવ્યો હતો.
સેમિફાઈનલમાં ઈશાને ચોથા ક્રમાંકિત વાંગ જીહાઈને 3-0 (11-6,13-11,11-5)થી હરાવ્યો હતો જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં ઈશાને સૌવિક બેનર્જીને 3-0 (11-9, 14-12, 11-5)થી હરાવ્યો હતો.
ઇશાનને તેની આ સિદ્ધિ બદલ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને કચ્છ ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button