એજ્યુકેશન

ત્રિકમનગરમાં સ્થિત Kidz Louncher Play School ના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રીન ડે ની ઉજવણી 

ત્રિકમનગરમાં સ્થિત Kids Louncher play school ના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રીન ડે ઉજવીને નાના નાના છોકરાઓ ને વૃક્ષોનું મહત્વ જણાવીને આવનાર પેઢીને વૃક્ષની કેમ દેખરેખ કરવી અને એનું આપણી જીવનમાં કેટલું મહત્વ છે એ બતાવીને વિદ્યાર્થીઓનું મનોબળ અને આત્મવિશ્વાસ જગાડવા ની એક નવી ઉજવણી કરી જેથી વિદ્યાર્થીને ભણતર સાથે અનોખી પ્રવૃત્તિઓનું અને જીવનલક્ષી પ્રવૃત્તિઓનું પણ અનુભવ થાય. એવું આ વિદ્યાલય દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યું છે.

શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા ગ્રીન વસ્ત્ર પહેરીને બહુ ભાવપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરી. વૃક્ષોનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે આ જાણકારી આપતા Kidz Louncher play school ના આચાર્યશ્રી સકુંતલાબેન ટાક અને દર્શનભાઈ જૈન તરફથી આ નાના નાના વિદ્યાર્થીઓ ને આભાર આપી અને જીવનમાં આગળ વધવાનું માર્ગદર્શન આપતા શુભેચ્છા પાઠવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button