ધર્મ દર્શનસુરત

વેસુ જૈન સંઘમાં સા. કલ્પબોદશ્રીજી મહારાજ સાહેબ.ના 300મી ઓળીના પારણા ઉત્સવનો ભવ્ય પ્રારંભ

આજે સુરતના તમામ મહિલા મંડળની સાંજી યોજાઈ

સુરત- વેસુ જૈન સંઘમાં આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં તપસ્વીરત્ના સાધ્વી કલ્પબોધશ્રીજી મ.ની 300મી આયંબિલ તપની ઓળી નિમિત્તે ભવ્ય ઉત્સવ આયોજાયો છે. શાસનપ્રભાવક પૂ.આ. અશોકસાગરસૂરિજીની નિશ્રામાં પૂ. આ. સાગરચંદ્રસાગર સૂરિજીના પ્રેરક માર્ગદર્શનથી 16 નવેમ્બરથી ઉત્સવ પ્રારંભ થયો છે.

આગમોદ્ધારક તપોનગરીના વિશાલ ડોમમાં ભવ્ય મેરૂપર્વતની રચના 100+ 100+ 100 એમ 300મી ઓળીના મેરૂસમાન તપને જણાવી રહ્યો છે. બુધવારે કુંભસ્થાપનાદિ વિવિધ પૂજનો થયા તથા બપોરે સમસ્ત સુરતના 35થી વધુ મહિલા મંડળોએ વિવિધ અંદાજમાં સાંજી પ્રસ્તુત કરી હતી. તપના નવા નવા ગીતોને સુંદર રીતે ગવાયા હતા. વિવિધ ડ્રેસોમાં સજ્જ મહિલાઓથી આખો ડોમ ભરાઈ ગયો હતો.

ગુરુવારે 200 છાબમાં જ્ઞાનદર્શન- ચારિત્રના ઉપકરણો ગોઠવી વિવિધ પ્રકારના 200 તપનું ભેટણું ધરવામાં આવશે. સાથે 100 આંબેલ તથા સાંકળી અઠ્ઠમ કરનારાનું બહુમાન થશે.

18 નવેમ્બરે સામૂહિક 27 શાંતિસ્નાત્રનો ભવ્ય કાર્યક્રમ અનેરો રંગ જમાવશે. ત્યારે પાણીમાં તરતા એવા પાર્શ્વનાથ પ્રભુનો અખંડ અભિષેક થશે. સામૂહિક 5050 આંબેલ સુરતના લેવલે થશે. સુરતની જૈન સંસ્થાઓના કર્મચારીનો અકસ્માત વીમો ઉતારાશે.

19 તારીખે 100 પાલખી દ્વારા ભવ્ય રથયાત્રા તથા રાત્રે 8 વાગે સંન્યસ્તાશ્રમ નામે નાટક ભજવાશે. 20 તારીખે ધો. 10 અને 12ના 90 ટકાથી ઉપરના વિદ્યાર્થીઓનું બહુમાન- સંમેલન થશે. શ્રીચંદ્ર કેવલીનું પૂજન થશે. ત્યારબાદ 300મી ઓળીનું પારણું થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button