એજ્યુકેશન

GIIS અમદાવાદે ગુડ સિટીઝનશિપ વીકનું કર્યું આયોજન

કોઈ પણ વ્યક્તિ જન્મથી સારો નાગરિક, સારો લોકતંત્રિક અથવા તો સારો નેતા નથી હોતો ; તેના માટે સમય અને શિક્ષણ ની જરૂર પડે છે!" - કોફી અનન.

અમદાવાદ : GIIS અમદાવાદે GMP સેગમેન્ટ માટે વિવિધ માહિતીપ્રદ અને આકર્ષક પ્રવૃત્તિઓ સાથે ગુડ સિટીઝનશિપ વીકની ઉજવણી કરી. તેઓને એક સારા નાગરિકની લાક્ષણિકતાઓ પર શિક્ષિત કરવામાં આવ્યા હતા, જેમ કે અન્ય વ્યક્તિનો અને તેમની મિલકતનો આદર કરવો, હમેશા પ્રમાણિક અને વિશ્વાસપાત્ર બનવું, શાળાના નિયમોનું પાલન કરવું અને શાળાની મિલકતની કેવી રીતે સંભાળ લેવી અને સમાજને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવી તે શીખવવામાં આવ્યું. વડીલો અને પરિવારના સભ્યોનો આદર કરવો જેવા સારા નાગરિકના લક્ષણો વિશે બાળકોને શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેઓ જવાબદાર હોવાનું અને સમુદાયને શક્ય તેટલી શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાનું મૂલ્ય પણ શીખ્યા.

અઠવાડિયા સુધી ચાલેલી ઉજવણી દરમિયાનગુડ સિટીઝનશિપ વીક‘  નો અર્થ અને સારા નાગરિકોની લાક્ષણિકતાઓ અને ગુણો સમજાવ્યા. વિદ્યાર્થીઓને આ લાક્ષણિકતાઓ સમજવામાં મદદ કરવા માટે શિક્ષકોએ વિવિધ માહિતી શેર કરી અને  તેઓને ઉત્તમ પ્રસ્તુતિઓ અને વિડિયો બતાવ્યા. બાળકો સમજદાર અને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્યોને આત્મસાત કર્યા અને તેમાં સંપૂર્ણ રીતે ઓતપ્રોત ત્યી ગયા હતા.

અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ ઉદાહરણો અને વાર્તાના વર્ણન દ્વારા, બાળકોએ દરેકને માન આપવાની ગુણવત્તા વિશે શીખ્યા. પ્રથમ દિવસે, શિક્ષકોએ નાગરિકતા શું છે, નાગરિકતાના લક્ષણો અને તેના ગુણો સમજાવ્યા. પાવર પોઈન્ટ પ્રેસેન્ટેશન અને અન્ય પ્રસ્તુતિઓની મદદથી, બાળકોને આ ગુણો કેવી રીતે આત્મસાત કરવા તે શીખવવામાં આવ્યું. બીજા દિવસે શિક્ષકોએ ટ્રાફિકના નિયમો સમજાવ્યા. કોઈ આપણને જોતું ન હોય ત્યારે પણ નિયમો કેવી રીતે પાલન કરવું તે શીખાવાવમાં આવ્યું. કાયદા શા માટે સુરક્ષિતશિક્ષકોએ વિસ્તાર પૂર્વક સમજાવ્યું.  ત્રીજા દિવસે શેરિંગ એ અન્ય મહત્વપૂર્ણ કૌશલ્ય છે એ જ્યારે બાળકો અન્ય બાળકો, સમાજ અને સમુદાય સાથે રમે અને શીખે ત્યારે કામમાં આવે છે. ચોથા દિવસે, શિક્ષકોએ તેમને સમજાવ્યું કે ઉદાર બનવાથી તમને અને અન્ય બંનેને ફાયદો થશે. ઉદારતાના અપ્રત્યાશિત લાભાલાભ માંનું એક એ છે કે ભેટ આપનાર અને મેળવનારને લાભ થાય છે. 

જીએમપી સેગમેન્ટના બાળકોએ મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓ માટે ‘સ્ટેશનરી કોન્ટ્રીબ્યુશન ડ્રાઇવ’ હેઠળ પુસ્તકો, પેન-પેન્સિલ સેટ, રંગો વગેરે જેવી સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ કરીને તેમની ઉદારતા દર્શાવી હતી. પ્રિન્સિપાલ સીઝર ડી’સિલ્વાએ GIIS અમદાવાદ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભાવિ નાગરિકોમાં સારા મૂલ્યો કેળવવા માટે એક ઉત્તમ યોજના વિકસાવવા બદલ પાઠવ્યા હતા. બાળકો માટે વૈશ્વિક નાગરિક બનવા માટે જરૂરી કૌશલ્યોની કેળવણી અને સન્માન કરવાનું આ એક અદ્ભુત સપ્તાહ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button