ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એસ વી એન આઇ ટી કોલેજ ખાતે ફિલ્ડ ટ્રીપ નું આયોજન

સુરત: દેશ ની સૌથી પ્રખ્યાત આઇ ટી ઇન્સ્ટિટ્યૂટ એવી એસવીએનઆઇટી ખાતે સુરત ની ખ્યાતનામ એવી ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફિલ્ડ ટ્રીપ નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને હર હંમેશ કઈક નવું શીખવવા તેમજ પ્રેરિત કરવાની સાથે બધા કરતા એક પગલું આગળ કેવી રીતે રહેવું જેવી બાબતોમાં અગ્રેસર રહેવામાં ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ઘણી જ વખણાઈ છે. એવી જ રીતે બાળકોના નોલેજ માં વધારો કરવાની સાથે તેઓ વિશ્વ સાથે તાલમેલ મેળવી શકે તે માટે એસ વી એન આઇ ટી ખાતે ફિલ્ડ ટ્રીપ નું આયોજન કરવામાં આવ્યું હતું. નવું શીખવા અને અનુભવ મેળવવા માટે સ્કૂલના ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ ફિલ્ડ ટ્રીપમાં જોડાયા હતા. આ ટ્રીપ દરમિયાન વિદ્યાર્થીઓએ મોર્ડન ટેકનોલોજીમાં થયેલ એડવાન્સમેન્ટ અને ઉદ્યોગો ને લગતી વિવિધ વસ્તુ અંગે જાણકારી મેળવી હતી.
વિવિધ ડિપાર્ટમેન્ટ અને લાયબ્રેરી ની મુલાકાત લીધી
આ મુલાકાત દરમિયાન સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ ઇન્ક્યુબરેટર સેન્ટર ની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે એક સારા ઉદ્યોગસાહસિક કેવી રીતે બની શકાય તેમજ આ સ્ટાર્ટઅપ માટે ફંડ ક્યાં થી મેળવવા જેવા વિષયો અંગે માહિતી મેળવી હતી. જે બાદ તેઓએ લાયબ્રેરી ડિપાર્ટમેન્ટ ની મુલાકાત લીધી હતી જયા વિશાળ સંખ્યામાં પુસ્તકો ને જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને લાયબ્રેરી ની કામગીરી અંગે માહિતી મેળવી હતી. છેલ્લે મેકેનીકલ અને કેમિકલ એન્જીનિયરીંગ વિભાગ ની મુલાકાત દરમિયાન હાલના સમયની સૌથી લેટેસ્ટ ટેકનોલોજી થી સજ્જ સાધનો જેવા કે થ્રી ડી પ્રિન્ટર વગેરે નિહાળ્યા હતા. ઉપરાંત વર્કશોપ દરમિયાન વિવિધ ધાતુ અને કેમિકલ ના ઉપયોગ વિશે પણ માહિતી મેળવી હતી.
આ ટ્રીપ વિદ્યાર્થીઓ માટે નવા વિચારોનું કેન્દ્ર બિંદુ બની રહેશે:- કે.મેક્સવેલ મનોહર(પ્રિન્સિપાલ અને ડિરેક્ટર, ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ)
આ ટ્રીપ દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ ડિપાર્ટમેન્ટ ની મુલાકાત ની સાથે પ્રોફેસર અને સંશોધકો સાથે પણ મુલાકાત કરી હતી જેમાં તેમને વિવિધ ઉદ્યોગિક ટેકનિક ની સાથે મશીનરી અંગે પણ માહિતગાર કરતા હતા. તેમની જિજ્ઞાસા વૃત્તિ ને વધારવા માટે અને તેઓ પુસ્તકો ની બહાર પણ વિચારવા સમર્થ બને તે માટે આ ફિલ્ડ ટ્રીપ યોજાઈ હતી. આ ટ્રીપ દ્વારા વિદ્યાર્થીઓ થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચે ના અંતર નો ખ્યાલ મેળવી શક્યા હતા. અહી મેળવેલ નોલેજ ને તેઓ વાસ્તવિક દુનિયા માં પણ ઉપયોગી બની રહેશે. તેઓ વિવિધ વિષયવસ્તુ અંગે જાણવા અને શીખવા માટે તેમને આ ટ્રીપ ઉપયોગી નીવડી છે.