સુરત, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપતી સંસ્થા ‘Veterans India’ દ્વારા નવી દિલ્હીમાં ‘પ્રાઈડ ઓફ નેશન એવોર્ડ્સ 2022’ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રી, નિવૃત્ત જનરલ (ડૉ.) વી.કે. સિંહે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને પુરસ્કારો અર્પણ કર્યા.
કાપડ ઉદ્યોગ ક્ષેત્રે જાણીતી કંપની અજમેરા ફેશનના સ્થાપક અને સીઈઓ અજય અજમેરાનું ભારતીય કાપડ અને વસ્ત્રો ઉદ્યોગમાં અનન્ય યોગદાન બદલ પ્રાઈડ ઓફ નેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અજય અજમેરાએ આ પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ ખુશી વ્યક્ત કરતાં Veterans India પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે અમારા અથાક પ્રયાસોથી અમે અજમેરા ફેશનને કાપડ ઉદ્યોગના ઉત્કૃષ્ટ ઉત્પાદક તરીકે સ્થાપિત કરી છે. આ એવોર્ડ આપણને એક નવી ઉર્જા આપે છે અને સાથે સાથે ભવિષ્યમાં પણ વધુ સારું કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ કાર્યક્રમમાં ભારતીય સંરક્ષણ દળોના અધિકારીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વરિષ્ઠ પત્રકારો અને અન્ય ક્ષેત્રોના સમાજના ચુનંદા સભ્યોએ હાજરી આપી હતી.
ભીનું રૂ