સુરત

કલાયમેટ ચેન્જને કારણે  ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીથી જ ઇન્ડસ્ટ્રીયલ, રેસીડેન્શીયલ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવી હિતાવહ રહેશે : નિષ્ણાત

ચેમ્બરે ઉદ્યોગકારોને ‘ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજી’ના કોન્સેપ્ટ વિશે માહિતગાર કર્યા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૧ર જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે પઃ૩૦ કલાકે ‘ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજી’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે એસવીએનઆઇટીના પ્રોફેસર ડો. કૃપેશ ચૌહાણે ઉદ્યોગકારોને ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીના કોન્સેપ્ટ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ડો. કૃપેશ ચૌહાણે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં કલાયમેન્જ ચેન્જને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તેના માટે પેરીસમાં કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ મળી હતી. જેમાં ૧૯૭ દેશોએ કલાયમેટ વિશે મંથન કર્યું હતું. જેના ભાગરૂપે કલાયમેટ ઓફ પાર્ટીઝ કલાયમેટ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ ગ્રીન બિલ્ડીંગ થકી લાવી શકાય તેવા નિદાન ઉપર આવ્યા હતા. આ દેશોએ સસ્ટેનેબલ થવા માટે વોકીંગ, સાયકલીંગ, પબ્લીક ટ્રાન્સપોર્ટ, સોલર એનર્જી, મિનિમમ માઇલેજ અને ખાડામાં કચરો ડમ્પ કરવાનું બંધ કરવા વિશે કામ કરવાનું નકકી કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પણ વોકલ ફોર લોકલના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

૧૯૭ જેટલા દેશોએ પૃથ્વીને બચાવવા માટે ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સીપલ બનાવ્યા હતા. જેમાં સાઇટ સિલેકશન એન્ડ પ્લાનિંગ, વોટર કન્ઝર્વેશન, એનર્જી કન્ઝર્વેશન, મટિરિયલ્સ એન્ડ રિસોર્સિસ કન્ઝર્વેશન, ઇન્ડોર એન્વાયરમેન્ટ કવોલિટી એન્ડ ઓકયુપેશનલ હેલ્થ અને ઇનોવેશન ઇન ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રીન બિલ્ડીંગ બનાવવા માટે આસ્પેકટ્સ, પ્રોસ્પેકટ્સ, પ્રાઇવસી (એક્ષ્ટર્નલ – ઇન્ટર્નલ), ગૃપીંગ, રૂમીનેસ, સેનીટેશન, ફલેકસીબિલિટી, કોમ્યુનિકેશન અને પ્રેકટીકલ કન્સીડરેશન ઉપર કામ કરવામાં આવે છે.

ગ્રીન બિલ્ડીંગ બનાવવા માટે નેશનલ બિલ્ડીંગ કોડ, એનર્જી કન્ઝર્વેશન બિલ્ડીંગ કોડ, રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ, MoEF ગાઇડલાઇન્સ, યુનિફોર્મ પ્લમ્બીંગ કોડ ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ ગાઇડલાઇન્સ અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાઇડલાઇન્સને અનુસરવાનું હોય છે. ડો. કૃપેશ ચૌહાણે કહયું હતું કે, ગ્રીન બિલ્ડીંગના કોન્સેપ્ટથી જ વિશ્વભરમાં સમયની માંગ મુજબ ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શીયલ અને કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવાનું હિતાવહ રહેશે.

દુનિયાના પ્રગતિશીલ તેમજ વિકસિત દેશોમાં ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે સ્પેશિયલ ઈન્સેન્ટિવ આપવામાં આવતા હોય છે. જો આપણા દેશમાં કે રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરો અથવા તો ડેવલપરને ટેકસમાં કે એફ.એસ.આઈ.માં ઈન્સેન્ટિવ આપવામાં આવે તો આ ક્ષેત્રમાં ઘણું સારું કામ થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની ગ્રીન બિલ્ડીંગ કમિટીના એડવાઇઝર સંજય પંજાબીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને કમિટીના ચેરમેન નિલેશ શાહે સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન ભદ્રેશ શાહે પ્રોફેસર ડો. કૃપેશ ચૌહાણનો પરિચય આપ્યો હતો તેમજ વેબિનારના અંતે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button