અકસ્માતમાં પોતાનો અવાજ ગુમાવનાર વ્યક્તિ કોરોના રસી લેતાં જ બોલવા લાગ્યો!
ઘટના ઝારખંડના બોકારો જિલ્લાના સલગાડીહ ગામની છે
5 વર્ષ પહેલા અકસ્માતમાં પોતાનો અવાજ ગુમાવનાર એક વ્યક્તિએ જ્યારે કોરોનાની રસી લીધી ત્યારે તેના શરીરમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા છે. કોરોના રસી લેતાં જ વ્યક્તિ બોલવા લાગ્યો અને તેના શરીરના અંગો પણ હરકત કરવા લાગ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના ઝારખંડના બોકારો જિલ્લાના સલગાડીહ ગામની છે. 55 વર્ષીય દુલારચંદ મુંડા એક અકસ્માત બાદ 5 વર્ષ સુધી જીવન સામે લડી રહ્યા હતા. દુલારચંદ મુંડા લગભગ 5 વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર બાદ દુલારચંદ સાજા થઈ ગયા, પરંતુ તેમના શરીરના કેટલાક ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમનો અવાજ પણ સરખી રીતે નીકળતો નહોતો.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, દુલારચંદનું જીવન છેલ્લા ઘણા સમયથી પથારી પર પસાર થઈ રહ્યું હતું. તેના શરીરના ઘણા ભાગો કામ કરી રહ્યા નહોતા અને તે બરાબર બોલી શકતા નહોતા. જ્યારે દુલારચંદને કોરોના વિરુદ્ધ કોવિશિલ્ડ રસી લેતાં જ બોલવા લાગ્યો અને તેના શરીરના અંગો પણ હરકત કરવા લાગ્યા છે.
4 જાન્યુઆરીએ દુલારચંદને તેમના ઘરે આંગણવાડી કેન્દ્રની સેવિકા દ્વારા રસી આપવામાં આવી હતી, તેના એક દિવસ પછી એટલે કે 5 જાન્યુઆરીથી તેના નિર્જીવ શરીરમાં હલનચલન શરૂ થઇ હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, દુલારને કરોડરજ્જુમાં સમસ્યા હતી, જેના કારણે તે લાંબા સમય સુધી બેડ પર હતા.