ડો. કેયુરી શાહે ઘરે શાકભાજી, ફળો, જડીબુટ્ટીઓ, ફૂલો, ઔષધીય છોડ અને સુશોભન છોડને સજીવ રીતે ઉગાડવાની મૂળભૂત બાબતો વિશે સમજણ આપી
ચેમ્બરના લેડીઝ વીંગ દ્વારા હોમ ગાર્ડનીંગ પર વર્કશોપ યોજાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ Milk ઇન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ દ્વારા બુધવાર, તા. ૩ ઓગષ્ટ, ર૦રર ના રોજ બપોરે ૩:૧પ કલાકે પાર્લે પોઇન્ટ સ્થિત ન્યુ સિટી હોસ્પિટલ ખાતે હોમ ગાર્ડનીંગ પર વર્કશોપ યોજાયો હતો. જેમાં ડો. કેયુરી શાહે હોમ ગાર્ડનીંગ માટે મૂળભૂત બાબતો વિશે સમજણ આપી હતી.
ડો. કેયુરી શાહે જણાવ્યું હતું કે, બાગકામ એ એક એવી પ્રવૃત્તિ છે જે આપણને પ્રકૃતિ સાથે જોડે છે. માટી, પાણી, સૂર્યપ્રકાશ, હવા અને અવકાશ આ પંચ મહાભૂત સાથે જોડાવું એ ખરેખર જ્ઞાનદાયક અને તાણથી રાહત આપનારું છે. તેમણે અર્બન હોમ ગાર્ડન કેવી રીતે ડિઝાઇન કરવું તેની વિસ્તૃત માહિતી આપી હતી. ઘરે શાકભાજી, ફળો, જડીબુટ્ટીઓ, ફૂલો, ઔષધીય છોડ અને સુશોભન છોડને સજીવ રીતે ઉગાડવાની મૂળભૂત બાબતો વિશે સમજણ આપી હતી.
વધુમાં તેમણે ઘરે જ અમૃત માટી અને અમૃત જળ બનાવવાની પદ્ધતિ વિષે માહિતી આપી હતી. બાયોડીગ્રીડેબલ કચરાથી હોમ કમ્પોઝડ બનાવવાની જાણકારી આપી હતી. શાકભાજી, ફુલ, ફળો અને છોડોને કીટાણુઓથી કઇ રીતે બચાવી શકાય તેના વિષે માહિતી આપી હતી. તેમણે કહયું હતું. કે, બધા જ છોડોને વધારે સુર્યપ્રકાશની જરૂર હોતી નથી. આથી શેડમાં ઉગાડવામાં આવતા પ્લાન્ટની વોટર બોડીઝ કેવી રીતે રાખવી તથા એવા પ્લાન્ટને ન્યુટ્રિશન કેવી રીતે મળી શકે તેના વિષે જાણકારી આપી હતી.
ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય તથા લેડીઝ વીંગના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ વકતા ડો. કેયુરી શાહ અને ડો. પરેશ શાહનું અભિવાદન કર્યું હતું. લેડીઝ વીંગના વાઇસ ચેરપર્સન મનિષા બોડાવાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. લેડીઝ વીંગના સેક્રેટરી શીખા મહેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતે લેડીઝ વીંગના સભ્ય રોશની ટેલરે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.