સરસાણા કન્વેશન હોલમાં ચાલુ વર્ષે G9 ગ્રુપ તથા મુંબઈની સંસ્થા એપેક્ષ ઘ્વારા નવરાત્રિનું આયોજન કરાયું
પ્રસિદ્ધ ગાયક કલાકાર ઐશ્વર્યા મજુમદાર તેણીનું આ નવરાત્રીનું નવું આલ્બમ સોંગ "રંગતાળી નવરાત્રી-2022" નું ગીતની લોન્ચિંગ સેરેમની યોજાઈ
આગામી 26 સેપ્ટેમ્બર થી શહેરીજનો ગરબાના તાલે ગુંજી ઉઠશે. કોરોના લહેરના બે વર્ષ બાદ ચાલુ વર્ષે શહેરભરમાં વાજતે ગાજતે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે. ત્યારે શહેરના જાણીતા સરસાણા કન્વેન્શન હોલમાં G9 ગ્રુપ તથા મુંબઈની એપેક્ષ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે નવરાત્રિનું આયોજન કરાયું છે.
સુરત શહેરમાં કોરોનાના કારણે સતત બે વર્ષ નવરાત્રિનું આયોજન કરી શકાયુ ન હતું. પરંતુ ચાલુ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા શહેરના મોટા ગૃપ દ્વારા મોટા પ્રમાણમાં આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં સુરત શહેરમાં છેલ્લા 20 વર્ષોથી નવરાત્રિ કરી રહેલા G9 ગ્રુપ આ વર્ષે એપેક્સ સાથે આગામી તારીખ 26મી સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર દરમિયાન સરસાના કન્વેન્શન હોલના એ/સી ડોમમા 10 દિવસ દરમિયાન નવરાત્રી કરશે.
જેમાં સિંગર ઐશ્વર્યા મજુમદાર તેમનું સંગીત પિરશસે. G9 ગ્રુપ અને એપેક્ષ તરફથી ધર્માંગ દલાલ, કરણ શાહ,અને હિરેન કાકડીયાએ જણાવ્યું હતું કે આ વખતે નવરાત્રી ના આ 10 દિવસો દરિમયાન અમે બાહ્ય આકર્ષણો પણ વધાર્યા છે જેમાં સરસાણા કન્વેશન હોલમાં અમે ડોમની અંદરના ભાગમાં ખેલૈયાઓ માટે પિલર વગરનો ડોમ રહે અને એ/સી ડોમમાં સૌથી વધુ ખેલૈયાઓ રમી શકે તેનું આયોજન પણ અમે કર્યું છે, અમે ડોમની બહારના ભાગમાં એક્ઝિબિશન અને કેન્ટીન માટે વધારે જગ્યા રહે તેવું પણ આયોજન કર્યું છે અને ડેકોર પાર્ટ માટે પણ વધુ ડોમ બનાવીએ છીએ અને ડેકોરની અંદર પણ સ્ટેજ ડિઝાઇન બનાવીએ છીએ અને Led થી વધુમાં વધુ લોકો ગરબા જોઈ શકે તેવુ પણ આયોજન કર્યું છે અને તેની સાથે MI બાર લાઇટિંગ નું વિશેષ આકર્ષણ છે તથા એલેકોસ્ટિક સાઉન્ડ સિસ્ટમનું પણ સેટઅપ તૈયાર કરાયું છે