એજ્યુકેશન
અર્ચના વિદ્યા નિકેતનના વિદ્યાર્થીઓ સુમુલ ડેરીની મુલાકાતે
વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળાના ધો.6 થી 12 ના વિદ્યાર્થીઓ જંક ફૂડ છોડીને પૌષ્ટિક આહાર તરફ વળે તેમજ ટેકનોલોજીને સમજે અને દૂધ તથા દૂધની બનાવટો વિશે ઊંડાણપૂર્વકની સમજણ મેળવે તે હેતુથી સુમુલ ડેરીની મુલાકાત લીધી હતી.
સુમુલ ડેરી સુરત તેમજ તાપી જિલ્લામાં આવેલાં ગામોમાંથી દુધ મેળવી, પ્રોસેસ કરી, વિતરણ કરવાનું ઉપરાંત પશુપાલકોને પશુઓ માટેનો ખોરાક (દાણ), ડેરીનાં ઉત્પાદનો ઘી, છાસ વગેરેનું વેચાણ, પશુઓની સારવાર માટે નિષ્ણાત પશુ ચિકિત્સકોની નિમણુંક વગેરે ની માહિતી મેળવી હતી. શાળાના ટ્રસ્ટીશ્રી ધીરુભાઈ પરડવા અને આચાર્યશ્રી રજીતાબેન તુમ્મા એ સુમુલ ડેરીના સંચાલકશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.