એજ્યુકેશન
શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી શાળા ક્રમાંક 167 રામનગરમાં વોટર કુલર નું દાન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી શાળા ક્રમાંક 167 રામનગરમાં બધા બાળકો શુદ્ધ અને શીતળ પાણી પી શકે તે હેતુને ધ્યાનમાં રાખી સાઉલ સાઇન વેલફેર ટ્રસ્ટ ના દાતાશ્રી રંજનાજી, રચનાજી તથા ટ્રસ્ટના મેમ્બર આશાઆંટી,રાસીજી, પ્રીતિજી ,એકતાજીના તરફથી મજબૂત અને ટકાઉ વોટર કુલર નું દાન આપવામાં આવ્યું છે
જે બદલ સમગ્ર શાળા પરિવાર, શાળાના એસએમસી સમિતિના સભ્યો તથા નાના બાલુડાઓ એમનો અંતઃકરણપૂર્વક ખુબ ખુબ આભાર માને છે આ સુંદર દાન વિધિ કાર્યક્રમને નાના વિદ્યાર્થીઓ એ ખૂબ જ ખુશીથી વધાવી લીધો.