એજ્યુકેશન

અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ડૉકટર ડે ની ઉજવણી

સુરત : વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં બાલભવન વિભાગમાં ડૉકટર ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓ વિવિધ વ્યવસાયકારો જેવા કે ડૉકટર, પોલીસ, વકીલ, સૈનિક, લુહાર, સુથાર, મોચી, બાબર,કુંભાર, કડીઓ, વેપારી વગેરે આપણા વ્યવસાયક આરોના પહેરવેશમાં આવી એ વ્યવસાયકરોના કાર્યો,ઓજારો એમની સમાજમાં જરૂરિયાત વિશે માહિતી બાળ કલાકારોએ સુંદર રજૂઆત કરી.

વિવિધ વ્યવસાયકારોના પાત્રનો સુંદર અભિનય પણ શાળાના બાળ કલાકારો અને શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. આચાર્યના માર્ગદર્શન મુજબ બાલભવનના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સારી રીતે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button