નેશનલ

કાંકરિયા યાર્ડમાં નૉન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર અમદાવાદ-ગેરતપુર સેક્શનના કાંકરિયામાં ન્યુ કોમ્પલેક્સ યાર્ડને ત્રીજી લાઈનથી કનેક્ટિવિટીના સંબંધમાં નૉન ઇન્ટરલોકિંગ કામ માટે 3 જુલાઈ 2024 ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પૂર્ણરૂપે, કેટલીક આંશિક રદ્દ તથા કેટલીક રેગ્યુલેટ થશે. જેની વિગતો નીચે મુજબ છે :-

પૂર્ણ રૂપે રદ્દ ટ્રેનો

  1. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.
  2. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂરદ્દ રહેશે.
  3. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09312 અમદાવાદ વડોદરામેમૂ રદ્દ રહેશે.
  4. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09495/09496 વડોદરા-અમદાવાદ-વડોદરા મેમૂ રદ્દ રહેશે.

આંશિક રૂપે રદ્દ ટ્રેનો

  1. 3 જુલાઈ2024 ના રોજમુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નંબર22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  2. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.

માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો

  1. 2 જુલાઈ2024 ના રોજસિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  2. 1 જુલાઈ2024 ના રોજગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  3. 3 જુલાઈ2024 ના રોજજોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 16533 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે.
  4. 3 જુલાઈ2024 ના રોજજામનગરથી ચાલનારીટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button