સુરત: –જાણીતી નેચરલ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (એસઆરકે)ની સખાવતી શાખા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશને (એસઆરકેકેએફ) જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ સમારંભનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરસાયરસ પૂનાવાલા,શિક્ષણ સુધારક અને એચસીએલ તથા શિવ નાદર ફાઉન્ડેશન બંનેના સ્થાપક શિવ નાદર,સામાજિક કાર્યકરો અને સર્ચ ફાઉન્ડેશનના સ્થાપકડો. અભય બાંગ અને ડો. રાની બાંગનું આ સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને મહર્ષિ વેદવ્યાસ પ્રતિષ્ઠાનના પ્રમુખ સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા.
સાયરસ પૂનાવાલાને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની સ્થાપનામાં તેમની મુખ્ય ભૂમિકા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા,જેણે કોવિડ-19 રોગચાળા દરમિયાન પોસાય તેવી રસીઓ બનાવી હતી. જાહેર આરોગ્ય અને પરોપકાર માટે તેમની પ્રતિબદ્ધતા માટે જાણીતા ડો. પૂનાવાલાએ લાખો લોકો માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી,સસ્તી રસી બનાવીને દુનિયાભરમાં રસીના ક્ષેત્રે ક્રાંતિ કરી છે જેણે કોવિડ-19 સહિત વિવિધ ચેપી રોગો સામે લડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે હતી.
આ ઉપરાંતશિક્ષણ સુધારક અને પરોપકારી શિવ નાદરને શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા તેમના અસાધારણ યોગદાન માટે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પહેલોમાં પરિવર્તનકારી શિક્ષા પહેલ અને વિદ્યા જ્ઞાન સ્કૂલની સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ પ્રદાન કરવા માટેના ફ્લેગશિપ પ્રોગ્રામ એવા એસએસએનસંસ્થાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે.
સર્ચ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પાયાના સ્તરે સસ્તી હેલ્થકેર સેવાઓ પૂરી પાડવાના તેમના કાર્ય માટે સામાજિક કાર્યકરો ડો. અભય બાંગ અને ડો. રાની બાંગને પણ પ્રતિષ્ઠિત સંતોકબા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ બંનેએ હોમ-બેઝ્ડ ન્યુબોર્ન કેર (એચબીએનસી) પહેલ તેમજ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ (સીએચડબ્લ્યુ) પહેલ દ્વારા આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે અગ્રણી ભૂમિકા ભજવી છે. એવોર્ડ સમારંભમાં ડો. અભય બાંગે જણાવ્યું હતું કે “હું મારી પત્નીને અને મને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવા બદલ સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજ અને શ્રી ગોવિંદ ધોળકિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.
એસઆરકે, એસઆરકેકેએફના સ્થાપક અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા 2006માં શરૂ કરવામાં આવેલ સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ તેમની માતા સંતોકબા લાલજીદાદા ધોળકિયાની નિઃસ્વાર્થ ભાવના અને દ્રષ્ટિને મૂર્તિમંત કરે છે. શ્રી ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કેસંતોકબા એવોર્ડ એ કરુણાની શક્તિ અને વિશ્વ પર સકારાત્મક અસર ઊભી કરવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમને એવી વ્યક્તિઓનું સન્માન કરવાનો ગર્વ છે કે જેમણે પોતાનું જીવન પરિવર્તન લાવવા અને અન્યોને પણ તે જ કરવા માટે પ્રેરિત કરવા માટે સમર્પિત કર્યું છે. આ સન્માન દયાની શક્તિ અને સમાજ પર તેની ઊંડી અસરને દર્શાવે છે.”