સુરત
વેસુની સ્પ્રિંગવેલી રેસીડેન્સીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું
સુરત, તા.26 વેસુમાં આવેલ સ્પ્રિંગવેલી રેસીડેન્સીમાં ગત તા. 22થી 25 ડિસેમ્બર દરમિયાન ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરાયું હતું. રેસીડેન્સીના 6 વર્ષથી 60 વર્ષના વયોવૃદ્ધ લોકોએ ક્રિકેટ કાર્નિવલમાં ભાગ લીધો હતો.
રેસીડેન્સીના આયોજક રાજેશ ગુપ્તા અને મનોજભાઈએ જણાવ્યું હતું કે આ રેસીડેન્સીની ત્રીજી ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. 2019માં ક્રિકેટ કાર્નિવલનો પ્રારંભ કરાયો હતો. જેમાં રેસીડેન્સીના 250 સભ્યોની 26 ટીમોએ ભાગ લીધો હતો.
ગઇકાલે 25મી ડિસેમ્બરના રોજ કાર્નિવલની ફાઇનલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વિજેતા ખેલાડીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. રેસીડેન્સીમાં આ ઉપરાંત વર્ષ દરમિયાન ગણેશપુજન, નવરાત્રિ, ફુડ ફેસ્ટીવલ સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.